Back

વડનગર ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનની પરિસ્થિતી માં જરૂરિયાતમંદોને ભોજન મળી રહે એ માટે ચાલુ કરાયું અન્નક્ષેત્ર

       કોરોના જેવી વિકરાળ પરિસ્થિતિમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની મદદે આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે વડનગર ગ્રામ પંચાયત દ્વારા જ્યારે લોકડાઉનની શરૂવાત થાય ત્યારે વડનગર સ્થિત અંબુજા કંપનીના કામદારોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી એક સેવાના કાર્યની શરૂવાત કરવામાં આવી હતી અને વડનગર ગ્રામ પંચાયતની આ સેવા માત્ર એક દિવસ પૂરતી નહોતી પરંતુ જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી લોકડાઉન પૂરું થશે ત્યાં સુધી રોજ વડનગર ગામના તમામ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન મળી રહે એ માટે અન્નક્ષેત્ર શરૂ કરી તમામ જરૂરિયાતમંદો ના ઘરે ટિફિન પહોચાડી વડનગર ગ્રામપંચાયત દ્વારા એક મોટું સેવાનું યજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે ,આ સેવા યજ્ઞમાં વડનગર ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ ભરતભાઈ સોલંકી, ઉપસરપંચ કાળાભાઈ , ગ્રામ પંચાયત સભ્ય અશ્વિનભાઈ જોટવા, કરશનભાઈ સોલંકી,રાણા ભાઈ ગાધે,ભુપતભાઇ ગાધે,ખીમાભાઈ જૉટવા, વિજયભાઈ ઝાલા,ભરતભાઈ એલ સોલંકી,નરેશ જોટવા,મયુર જોટવા તેમજ એડવોકેટ લલિતભાઈ વાળા સહિતની વડનગર ગામની સમગ્ર યુવા ટીમ જરૂરિયાતમંદો ના ઘરે કાયમી ટિફિન પહોચાડી કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં વડનગર ગામના લોકોને મદદ કરી રહ્યા છે જે અન્ય ગ્રામપંચાયતોને પણ શીખવા જેવું છે 
       વધુમાં વડનગર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે આ અન્નક્ષેત્ર લોકડાઉન શરૂ થયું ત્યારથી લોકડાઉન પૂરું થશે ત્યાં સુધી ચાલુ રહેશે અને આવનારા સમયમાં પણ આવી કોઈ વિકટ પરિસ્થિતિમાં હું અને મારી પંચાયતની ટીમ ગામના તમામ લોકોની મદદ માટે હરહંમેશ કામ કરતા રહીશું