Back

અરવલ્લી જીલ્લામાં કોરોના પ્રવર્તમાન મહામારીને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા જીલ્લાની ક્વોરોન્ટાઇન અને આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે.

અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસ Covid-19ની પ્રવર્તમાન મહામારીને અટકાવવા જીલ્લા વહીવટી તંત્ર  દ્વારા જીલ્લાની ક્વોરોન્ટાઇન અને આઈસોલેશન વોર્ડની ફેસીલીટી સુસજ્જ કરવામાં આવેલ છે. 

જીલ્લામાં કુલ ૧૦ સંસ્થાઓ ખાતે માટે ૩૭૯ બેડ સાથેનીક્વોરોન્ટાઇન સુવિધા અને સાર્વજનિક હોસ્પિટલ તેમજ વાત્રક(બાયડ)  હોસ્પિટલ ખાતેઆઈસોલેશન વોર્ડમાં ૮૫ બેડ તથા  ૧૪ વેન્ટીલેટર સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

જીલ્લાની કુલ ૯૯.૬૪ વસ્તીનો સમુદાય આવરી લઇ આરોગ્ય કર્મચારીઓ આશા તથા આંગણવાડી કાર્યકર દ્વારા કોરોના વાઇરસ અને સામાન્ય રોગોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે તેમજ તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે, તેમજ  જનસમુદાય જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ છે. સર્વે દરમિયાન કોઈ પણ COVID-19નો શંકાસ્પદ કેસ જોવા મળેલ નથી.

આજ દિન સુધી અરવલ્લી જીલ્લામાં Covid-19 અંતર્ગત ૬૦ વર્ષથી ઉપરના ૧૪૭૮૫૭, HIV પોઝેટીવ-૧૯૪, ડાયાબીટીસના દર્દી-૧૧૮૭૨, કેન્સરના દર્દી-૩૦૬,ડાયાલીસીસવાળા દર્દી-૯૯, ગર્ભવતી મહિલા-૧૪૮૮૯, બી.પી.ના દર્દી-૧૦૧૫૦, હોર્મોનલ દર્દી-૯૨ આમ કુલ ૧૮૫૪૫૯ વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. 

બહારના દેશો માંથીઆવેલ ૩૯૫ યાત્રીઓ એ ઓબઝર્વેશન ના ૧૪ દિવસ પૂર્ણ કરેલ છે. તેમજ બહારના રાજ્ય માથી આવેલ યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ-૧૭ છે તેપૈકી ૦૮ યાત્રી/વ્યક્તિઓ એ ઓબઝર્વેશન ના ૧૪ દિવસ પૂર્ણ કરેલ છે. હાલમાં હોમ કોરેન્ટાઇનમાં-૦૭ તેમજ હોસ્પિટલ આઇશોલેશનમાં ૦૨ યાત્રી/વ્યક્તિને  રાખવામા આવેલ છે. તારીખ-૦૮/૦૪/૨૦૨૦ સુધી યાત્રી/વ્યક્તિઓના ૨૬સેમ્પલ લેવામાં આવેલ છેતે પૈકી ૨૪ સેમ્પલ નેગેટીવ આવેલ છે અને ૦૨ સેમ્પલના રીપોર્ટ બાકી છે.

અરવલ્લી જીલ્લામાં તારીખ- ૦૮/૦૪/૨૦૨૦ સુધી કોરોના વાયરસનો એક પણ પોઝેટીવ કેસ નોધાયેલ નથી.

પત્રકાર - મેહુલ ચૌધરી ( અરવલ્લી )

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..