Back

સુરેન્દ્રનગર રતનપરના સીતારામ આશ્રમ આરોગ્ય ધામ દ્વારા જિલ્લાવાસીઓ ને વિવિધ બિમારીની રાહત માટે એકલાખને ત્રીસ હજાર દર્દીઓને આર્યુવૈદીક ઉકાળો વિતરણ કર્યું

*શ્રી સીતારામ આશ્રમ આરોગ્યધામ નો અનોખો સેવાયજ્ઞ* આજ   એક એવા ટ્રસ્ટની વાત કરવી છે જેણે ઓઝોન થેરાપી દ્વારા ઝાલાવાડના  અનેક દર્દીઓ ના સાંધા ના દુખાવામાં લાચાર થઇ ગયેલા અને ચામડીના રોગથી ત્રાસી ગયેલા લોકો ને રાહત આપી અને તે પણ નિશુલ્ક ...હા, હું વાત કરું છું પાર્થ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ *ડોક્ટર શરદદાસજી બાપુ* પ્રેરિત રતનપર બાયપાસ રજવાડું હોટલ સામે વિશ્વ વંદનીય સંત શ્રી મોરારી બાપુના વરદ હસ્તે જેની સ્થાપના કરવામાં આવી હતી તે સીતારામ આશ્રમ આરોગ્ય ધામની.     દેશ પર આપત્તિના ઓળા ઉતરી આવે ત્યારે આ સંસ્થા સ્વ ખર્ચે જરૂરી સહાય માટે હરહંમેશ તૈયાર જ હોય છે હાલમાં *કોરોના વાઈરસ* ના અજગરી ભરડામાં થી જકડાય આ વિશ્વમાં ભારત પણ બાકાત રહ્યો નથી એવા સમયે આ સંસ્થા સ્વખર્ચે સુરેન્દ્રનગર. જોરાવરનગર. વઢવાણ. દુધરેજ. શેખપર. ગોદાવરી. લીમલી.દીકસર.દાણાવાડા. બાકરથળી.કટુડા. લટુડા. ભદરેશી. વગેરે ગ્રામ્ય વિસ્તારમાં  તેમના સ્વયંસેવકો દ્વારા દરેક વિસ્તારમાં ઘરે ઘરે જઇને આ મહામારી સામે ટક્કર લઇ શકાય તે માટે  કોરોના વાઈરસના જે લક્ષણો છે તેની સામે રક્ષણ મેળવી શકાય તેવી ચરક સંહિતામાં આપેલી વિશિષ્ટ પ્રકાર ની લગભગ *36 જાતની  ઔષધી* જેવી કે તુલસી અરડુસી અર્જુન છાલ લીમડાની છાલ  કાલમેઘ ગોખરુ મુલેઠી અશ્વગંધા  આમળા વગેરે  ખાંડીને તેને સાડા ચાર કલાક સુધી ઉકાળી ને તેનો અસરકારક અર્ક બનાવીને વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા ૩૦ દિવસ કરતાં પણ વધારે સમયથી *એક લાખને  ત્રીસ હજાર લોકોને* આ  આયુર્વેદિક ઔષધી થી બનાવેલ અસરકારક ઉકાળો નિશુલ્ક રીતે પીવડાવવામાં આવ્યો. શ્રી ડો.શરદદાસજી બાપુ. ડો.કમલબા. સાથે તેમના સ્વયંસેવકો શ્રી મહેશભાઈ. શ્રી અશોકભાઈ. ડો.ધર્મપ્રકાશ. ડો.અલકાબેન. અતુલભાઇ. કાપડિયાભાઈ. પૂજનભાઈ. મેહુલભાઈ. જયદીપભાઇ. પરસાણીયાભાઈ.  ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ શહેરી વિસ્તારના સ્વયંસેવકો વગેરે ખૂબ સાથ અને સહકાર આપ્યો અને આ અભિયાન સફળ બનાવ્યું છે ( સુરેન્દ્રનગર રીપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા ).

સુરેન્દ્રનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..