Back

નર્મદા જિલ્લામાં લોકડાઉનના અસરકારક અમલીકરણમાં કેટલાંક ગામોનો સ્વૈચ્છિક રીતે જિલ્લા પ્રશાસનને હકારાત્મક પ્રેરક સહયોગ

નોવેલ કોરોના વાયરસ (COVID-19)


નર્મદા જિલ્લામાં લોકડાઉનના અસરકારક અમલીકરણમાં કેટલાંક ગામોનો સ્વૈચ્છિક રીતે જિલ્લા પ્રશાસનને હકારાત્મક પ્રેરક સહયોગ


ગામની શેરી-ગલીઓમાં બહારની કોઇ વ્યક્તિ ન આવે અને ગામના લોકો 

પણ અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન જાય તેની રખાઇ છે ખાસ તકેદારી


રાજપીપલા - અનીશ ખાન બલુચી 



રાજપીપલા, બુધવારઃ-  વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણના વધુ ફેલાવા અને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં  જાહેર કરાયેલા લોકડાઉનના અસરકારક અમલીકરણ માટે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેર કરાયેલા વિવિધ પ્રતિબંધાત્મક આદેશો અને નિયંત્રણોનું જિલ્લા પોલીસતંત્ર દ્વારા સધન અને ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કેટલાંક ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક જવાબદારી સમજીને આ લોકડાઉનનું જે તે ગામોમાં પાલન કરાવવા સ્વયંભુ આગળ આવીને દેશ સેવાનું પ્રેરક દ્રસ્ટાંત પુરૂ પાડ્યું છે. 

તદ્અનુસાર નર્મદા જિલ્લાના વડીયા, ગોપાલપુરા, ભચરવાડા, હજરપરા વગેરે જેવા જિલ્લાના અનેક ગામો લોકડાઉનના ચુસ્તપાલનમાં સ્વયંભુ આગળ આવ્યા છે. અને જિલ્લા પ્રશાસનને ઉક્ત કામગીરીમાં હકારાત્મક પ્રેરક-સહયોગ આપી રહ્યાં છે. 


રાજપીપલા વડીયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી મહેશભાઈ રજવાડીએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરલને લીધે  લોકડાઉન અમલમાં છે તેનું અમે ચુસ્તપણે પાલન કરીએ છીએ તેમજ અમારી શેરી-ગલીઓમાં પણ બહારની કોઈ વ્યક્તિ ન આવે અને ગામના લોકો પણ કામ અનિવાર્ય સંજોગોમાં કામ સિવાય બહાર ન જાય  તેની પણ  ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને આ કામગીરીમાં અમારા ગામના લોકોનો પણ પુરતો સહયોગ મળી રહ્યો છે. વડીયા ગામનાં પ્રવેશદ્વાર પાસે ગ્રામજનોએ કાંટાની વાડથી આડ કરેલ છે જેથી ગામમાં બિન જરૂરી કોઇપણ વ્યક્તિ અવરજવર કરી શકે નહીં.


નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના રહીશ અને  જિલ્લા સરકારી વકીલશ્રી જિતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણ સામેની તકેદારીના ભાગરૂપે ગોપાલપુરા ગામના લોકોએ નક્કી કર્યું છે કે, બહારના લોકો ગામમાં પ્રવેશી શકશે નહી અને ગામનાં લોકોએ પણ બહાર જવુ નહી તેમજ ગામના પ્રવેશદ્વાર પર બેનર પણ લગાડવામાં આવ્યું છે, તેમણે વધુમાં ઉમેર્યું કે હાલ ભારત દેશમાં કોરોના વાયરસના કેસોનો વધારો થયો છે અને ગુજરાત રાજ્યમાં પણ  કેસો  છે. ત્યારે નર્મદા જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. ગોપાલપુરા ગામમાં દર બે દિવસે સેનીટાઇઝેશનનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી ઘર પણ સ્વચ્છ-સુરક્ષિત રહે અને ગામ પણ સુરક્ષિત રહેવાનું  તેમણે ઉમેર્યું હતું.





કુંવરપુરા ગામના સરપંચશ્રી નિરજનભાઈ વસાવાએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા  નોવેલ કોરોના વાયરસના લીધે લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારથી અમે લોકડાઉનનો અમલ કરીએ છીએ તેમજ બહારથી આવતા લોકો સંક્રમણ ન ફેલાવે તે માટે તેમના પ્રવેશવા પર પ્રતિબંધ  છે. તમામ સરપંચશ્રીઓ, આગેવાનો, વડીલો તેમજ ગામ લોકોને  લોકડાઉન દરમિયાન કોઈએ કામ વગર બહાર ન નીકળવું જોઈએ અને આરોગ્યતંત્ર તથા પોલીસ સ્ટાફને પુરતો સહકાર આપવાનો તેમણે સંદેશ આપ્યો છે.

                                                

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..