Back

જંબુસર તાલુકાના કાવી ગામે વિના મુલ્યે સામાજીક કાર્યકર સાજીદ મુન્શી તરફથી જરૂરતમંદ લોકોને શાકભાજીની ૨૭૫ કીટ બનાવી વિતરણ કરવામા આવ્યુ.

જંબુસર તાલુકાના કાવી ગામે વિના મુલ્યે સામાજીક કાર્યકર સાજીદ મુન્શી તરફથી જરૂરતમંદ લોકોને શાકભાજીની ૨૭૫ કીટ બનાવી વિતરણ કરવામા આવ્યુ.
કોરોના વાયરસ ના લીધે સંપુર્ણ લોક ડાઉન હોવાથી ગરીબ ની રોજ ની ઇન્કમ બંધ થઇ જતા
તેઓ ઘણી મુશ્કેલીમાં છે. જેના કારણે આજે બપોર ત્રણ વાગ્યા ની આસપાસ સાજીદ મુન્શી ફરી મદદરૂપ બની આજે ફરી જાતે ઘરે ઘરે ફરીને કીટ નું વિતરણ કર્યુ હતું.
કાવીગામના સાજીદભાઇ મુન્શીએ આ લોકોની તકલીફ જોઇ એમના માટે ૨૭૫ જેટલી કીટ શાકભાજી અને અન્ય જરૂરીયાત ની વસ્તુ નું વિતરણ કરવાની વ્યવસ્થા કરી હતી, કાવી ગામ મા ખરીવસાહત ,બંદરરોડ નગરી, સલ્લાઇવાડ, રેલ્વેનગરી માં વિતરણ કરવામાં આવ્યુ હતુ કોઇ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર હિન્દુ-મુસ્લીમ કુટુંબોને જરૂરીયાત મુજબ એમને ઘરે પોતે જઇ વિતરણ કર્યુ હતું

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..