Back

સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસ મથક માં પોલીસ કર્મચારીઓની આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ની તપાસ કરવામાં આવી

સુરેન્દ્રનગર શહેરમાં એ ડીવીઝન પોલીસ મથક ખાતે કોરોના વાઈરસના કારણે સાવચેતીના ભાગરૂપે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ લોકડાઉન માં ફરજ બજાવતા પોલીસ જવાનો લોકોને લોકડાઉન નું પાલન કરાવતા સુરેન્દ્રનગર શહેરના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તેમજ એસ.પી પોલીસ સ્ટાફ સહિતના પોલીસ કર્મીઓના આરોગ્યની તપાસ હાથ ધરી હતી શહેરમાં એ ડીવીઝન પોલીસ મથકે આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના આરોગ્ય માટે મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય કર્મીઓએ ટેમ્પરેચર ગનના માધ્યમ થી પોલીસ કર્મચારીઓનું  મેડીકલ ચેકઅપ કર્યું હતું પોલીસ જવાનોની આરોગ્ય મેડીકલ ચેકઅપ આરોગ્ય વિભાગના એ.ડી.એચ.ઓ ડો. બી.કે વાઘેલા તેમજ આરોગ્ય વિભાગના નિખીલ પરમાર, ડો.દીપાલી જોષી સહિતના આરોગ્ય વિભાગની ટીમે મેડીકલ ચેકઅપ કરી કોરોના વાઈરસનો નીલ રીપોર્ટ આવ્યો હતો. ( સુરેન્દ્રનગર મહેશભાઈ ઉતેરીયા દ્વારા )

સુરેન્દ્રનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..