Back

મોરબીના વાવડી રોડ પર રહેતા 60 વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ મોરબીની વાસીઓ માટે ચેતવણી સમાન.

- સુરજ નીમાવત દ્વારા 

મોરબી જિલ્લામાં અગાઉ મોરબી શહેર અને વાંકાનેરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ હતા. જો કે સદનસીબે બન્ને દર્દીઓ રિકવર થઈ ચુક્યા છે અને હોસ્પિટલમાંથી  રજા પણ અપાય ગઈ છે  મોરબી જિલ્લામાં હાલમાં એક પણ કેસ એક્ટિવ  ન હતો. પરંતુ આજરોજ એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મોરબીના વાવડી રોડ પર આવેલ રેવાપાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષીય મહિલાનો  કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ મહિલા મુંબઈથી આવ્યા હોવાનું જાણવા મળેલ છે .

હાલ આરોગ્ય વિભાગે આ વૃધ્ધા કેટલા લોકોના  સંપર્કમાં આવ્યા હતા તે સહિતની વિસ્તૃત તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક શંકાસ્પદ દર્દી નોંધાયો હતો. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે બાકીના 125 સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..