Back

પાલભાઈ આંબલિયા પર પોલીસ અત્યાચારના વિરોધમાં આહીર એકતા મંચે કલેક્ટરને આવેદન પાઠવ્યું.

રાજકોટમાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા પર પોલીસ અત્યાચારના વિરોધમાં આહીર એકતા મંચે કલેક્ટરને આવેદન પાઠવ્યું.

        રાજકોટમાં ખેડૂત નેતા પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આહીર એકતા મંચ ગુજરાત દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે

        આહીર એકતા મંચ મોરબી જિલ્લા ટીમેં કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે રાજકોટમાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા પીએમ ફંડમાં કપાસ આપવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં જુદી જુદી કલમો લગાડવામાં આવી છે પણ એવો પાલભાઈએ શું ગુન્હો કર્યો હતો કે એનું અપહરણ કરી પોલીસ અધિકારીઓએ ઢોર માર માર્યો આ બનાવ લોકશાહીની હત્યા સમાન છે જેથી આપણા મારફત સરકારને વિનંતી છે કે આ કક્ષાનું કૃત્ય કરનાર અધિકારીઓને તરત સસ્પેન્ડ કરવામાં આવે અને પાલભાઈ આંબલીયાને ન્યાય આપવામાં આવે નહીતર આહીર એકતા મંચ ગુજરાત દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે

          વધુમાં જણાવ્યું છે કે પાલભાઈ આંબલીયા અને કોંગ્રેસ દ્વારા વારંવાર સરકાર પર ખેડૂતોના વિરોધ મુદે આક્ષેપો કરવામાં આવે છે ત્યારે રાજ્યના કૃષિ મંત્રીની ફરજ છે કે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા. ખેડૂતોના પ્રશ્નોને લઈને વારંવાર આવા બનાવોથી ગુજરાતની છબી ઝાંખી થાય છે જેથી ખેડૂતોના મુદે પાલભાઈ આંબલીયા સાથે રાજ્યના કૃષિ મંત્રી જાહેર ડીબેટ કરે જેથી જનતાને સાચા-ખોટાની ખબર પડે જેથી આ વાતની નોંધ લેવા જણાવ્યું છે

મોરબી માંથી લાલાભાઈ જીલરીયા આહીર એકતા મંચ મોરબી શહેર પ્રમુખ, રાજુભાઇ આહીર, મનવીરભાઈ ખાંડેખા,ચેતનભાઈ ડાવેરા અને માળીયા તાલુકામાં અજયભાઈ ચાવડા ,વિનોદભાઈ મંઢ અને ડેનીસભાઈ કાગગડ હાજર રહ્યા હતા.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..