Back

અમરેલી કલેકટર આયુષ ઓકનો જિલ્લાના તમામ સરપંચઓ જોગ સંદેશ

અમરેલી કલેકટર આયુષ ઓકનો જિલ્લાના તમામ સરપંચઓ જોગ સંદેશ

સૌપ્રથમ તો અમરેલી જિલ્લાના દરેક સરપંચશ્રીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવું છું. હાલની પરિસ્થિતિથી આપ સૌ વાકેફ છો ત્યારે આવા કપરા સમયમાં ગામના સરપંચ તરીકે આપની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.

આપના ગામમાં જિલ્લા કે રાજ્ય બહારથી આવતા લોકોની સાથે સાથે ઘરના તમામ સભ્યોએ ફરજિયાત ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે જેની આપ સૌએ કડક અમલવારી કરાવવાની રહેશે. તેમજ આવા વ્યક્તિઓનું અદ્યતન યાદી સહીતનું રજિસ્ટર નિભાવવાનું રહેશે.

દરેક ઘરના સભ્યોના હાથ પર હોમ કોરેન્ટાઈનનો સિક્કો, ઘરની બહાર સ્ટીકર લગાવેલ છે કે કેમ તેનું ધ્યાન રાખવાનું રહેશે.

ઘરના દરેક સભ્યોને માસ્ક, હેન્ડવોશ અને સેનિટાઈઝર અંગેની કડક સૂચના આપી તેનું અનુપાલન કરાવવાનું રહેશે.

૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો, ૧૦ વર્ષથી નીચેના બાળકો, સગર્ભા બહેનો અને ગંભીર બીમારી ધરાવતા લોકોની ખાસ કાળજી લેવાની રહેશે. ઘરમાં કોઈને પણ તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક જાણ કરવાની રહેશે.

સરપંચ એ કોરોના વોરિયર્સની કમિટીના એક સભ્ય તરીકે ગામના લોકો હોમ કોરેન્ટાઈનના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની તકેદારી રાખવાની રહેશે. અને જો કોઈ પાલન ન કરે તો કડકમાં કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરવાની રહેશે.

કમિટીના સભ્ય તરીકે હોમ કોરેન્ટાઈનમાં રહેલા વ્યક્તિઓને તમામ વ્યવસ્થા મળી રહે છે કે કેમ તેની દેખરેખ રાખવાની રહેશે.

રીપોર્ટ : કનુભાઈ પરમાર બાબરા....

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..