Back

ઝઘડીયાના ધારોલી ગામેથી 25 હજાર ઉપરાંતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ઝઘડીયાના ધારોલી ગામેથી 25 હજાર ઉપરાંતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી 


ઝઘડીયા તાલુકામાં ભરૂચ એલ.સી.બી.ના ધામાથી બુટલેગરોમાં ફફડાટ 



એલ.સી.બી.એ બાતમીના આધારે વિદેશી  દારૂનો જથ્થો ઝડપી પાડ્યો



ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે ભરૂચ એલ.સી.બી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક મકાનમાંથી રુ.૨૫, ૬૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ એલ.સી.બી.ને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ધારોલી ગામે રહેતા સુમનબેન વિનોદભાઈ મણિલાલ વસાવાને ત્યાં જઇને તપાસ કરતા ઘેર ,મહિલા પોલીસ કોનસ્ટેબલને સાથે રાખીને સોસિયલ ડિસ્ટન્સ જાળવી લોકડાઉનના નિયમોના પાલન સાથે તપાસ કરી હતી.તપાસ દરમિયાન ઘરમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો તથા બિયર ની અલગ-અલગ બનાવટ ની બોટલ નંગ -૩૦૪ કિં.રૂ ૨૫, ૬૦૦ નો મુદ્દામાલ દારૂ જથ્થો મળી આવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ દારૂનો જથ્થો રુ.૨૫,૬૦૦ ની કિંમતનો છે.દારૂનો જથ્થો લાવનાર તેમનો પુત્ર સુનિલ વિનોદ વસાવા રહે - ધારોલી ના ફરાર થયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છેકે પાછલા કેટલાક દિવસોથી ઝઘડીયા તાલુકામાં ભરૂચ એલ.સી.બી.એ ધામા નાંખતા ત‍ાલુકાના બુટલેગરોમાં ફફડાટ ફેલાવા પામ્યોછે 




ઈરફાન ખત્રી

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..