Back

ઊંઝા તાલુકાના ભુણાવ ગામની ચોકડી પાસે સર્જાયો અકસ્માત સ્પીડ બ્રેકર વગર બની રહ્યા અકસ્માત કોણ જવાબદાર સરકાર કે કોન્ટ્રાક્ટર

ઊંઝા તાલુકાના ભુણાવ ગામની ચોકડી ઉપર  અકસ્માત સર્જાયો કહોડા તરફથી ટ્રેક્ટર આવી રહ્યું હતું એ દરમ્યાન બાઇક પણ કહોડા તરફથી આવી રહ્યું હતું જે બાઇક સવાર ઉનાવા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી એવું જાણવા મળ્યું હતું જે બાઇક ચાલક ટ્રેક્ટરની સાઈડ કાપતા અચાનક ટ્રેક્ટર ડ્રાઇવર કાબુ ગુમાવતા બાઇક ચાલકને અથડતા બાઇક નીચે પડી જતા બાઇક ચાલકને અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી 

વિસનગર કહોડા સ્ટેટ રોડમાં આવે છે જેમાં વચ્ચે ભુણાવ ગામ આવે છે તાજેતરમાં દાસજ અને કહોડા વચ્ચેના રોડનું ફેવરનું કામ કરવામાં આવ્યું હતું એ દરમ્યાન સ્પીડ બ્રેકર મુકવાની વાત કરી હતી પરંતુ કોઈપણ વાત ધ્યાનમાં લેવામાં આવી નહતી જેમાં કોઈપણ અકસ્માત સર્જાય અથવા અકસ્માતમાં કોઈપણ વ્યક્તિનું મોત થાય તો એનો જવાબદાર કોણ સરકાર કે કોન્ટ્રાક્ટર જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કોન્ટ્રાક્ટ દવારા ક્યારે સ્પીડ બ્રેકર મુકવામાં આવશે અને આવી જાનહાની ક્યારે ટળશે આવનાર સમયમાં સ્કૂલ ચાલુ થશે ત્યારે ગણા બધા બાળકો અભ્યાસ માટે પણ સાયકલો લઈ અને ચાલતા પણ નીકળશે ત્યારે કોઈમોટી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે તો આ બાબતે ક્યારે ધ્યાન દોરવામાં આવશે

રિપોર્ટર હર્ષદસિંહ ઠાકોર

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..