Back

રાજપીપલા નગરપાલિકા વેરા વધારા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવા એક્શન માં : પાલિકા ચીફ ઓફીસર ને પત્ર લખ્યો

રાજપીપલા નગરપાલિકા વેરા વધારા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવા એક્શન માં : પાલિકા ચીફ ઓફીસર ને પત્ર લખ્યો


નગરપાલિકા દ્વારા સૂચિત સફાઈ વેરા, ખાસ પાણી વેરો, ઉપકરણ તથા વહીવટી ચાર્જ જેવા વેરા વધારા બાબતે ફેર વિચારણા કરવા બાબતે પાલિકા ચીફ ઓફિસર ને પત્ર લખ્યો

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપલા પાલિકા દ્વારા વેરા વધારવાના પ્રસ્તાવ બાદ રાજપીપલા નું રાજકારણ ગરમાયુ છે ઉપરાંત પ્રજામાં પણ વેરા વધારા બાબતે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા ના ભાજપ -કોંગ્રેસ સહિત અપક્ષ ના મળી ૧૮ સભ્યો વેરા વધારવા બાબતે તરફેણ માં કગે જ્યારે એક ભાજપ એક કોંગ્રેસ અને અન્ય અપક્ષ મળી કુલ ૬ સભ્યો વેરા વધારા મુદ્દે વિરોધ કરી રહ્યા છે

આ બાબતે ભાજપ ના સાંસદ મનસુખ વસાવા તેમજ ગીતાબેન રાઠવા સહિત ના નેતાઓએ આ બાબતે પોતાના સૂચનો આપી પ્રજા હિત માં વિચારવા જણાવ્યું છે ત્યારે આજે નાંદોદ ના કોંગી. ધારાસભ્ય પી.ડી. વસાવાએ પણ રાજપીપલા પાલિકા ના ચીફ ઓફિસર ને એક પત્ર લખી વેરા વધારો પાછો ખેંચવા તેમજ ઘટતું કરવા અપીલ કરી છે

જેમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્ય કોરોના વાયરસ બીમારીથી ખૂબ જ વ્યથિત છે. જેમાં નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર પણ બાકાત નથી. આ બીમારીને કારણે માનવ જીવન અસ્તવ્યસ્ત છે. દરેક વ્યક્તિ આર્થિક સંકટ અનુભવી રહયો છે. એટલું જ નહીં હરએક વ્યકિતઓના વેપાર ધંધા બંધ છે. એવા સંજોગોમાં રાજપીપલા નગરમાં વસતા લોકો અને નાનો-મોટા વેપાર ધંધો કરતા વેપારીઓ, તેમજ નગરમાં વસતા નાના પરિવાર ખૂબ જ મોટી આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. એવા સંજોગોમાં રાજપીપલા નગરપાલિકા દ્વારા પરિશિષ્ટ-૧ ખાસ પાણી વેરા, જાહેર રસ્તા સફાઈ વેરા, પરિશિષ્ટ-૨ ધન કચરા ડોર ટુ ડોર કલેકશન સફાઈ વેરા, પરિશિષ્ટ-૩ વહીવટી ચાર્જ જેવા જુદા - જુદા વેરા વધારવા બાબતે જે નિર્ણયો લઈ રહ્યા છે. એ ઉચિત નથી. હાલની પરીસ્થિતીમાં વેરા વધારવા બાબતે ખૂબ ગંભીરતા પૂર્વક ફેર વિચારણા કરવાની તાતી જરૂરિયાત જણાય છે. તો આપ સર્વેને મારી નમ્ર અપીલ છે કે નગરજનો ને વર્તમાનમાં કોઈ આર્થિક સંકટ ન નડે એની કાળજી લઈ વેરા વધારા બાબત ફેર વિચારણા કરવા મારી નમ્ર અપીલ છે.આ બાબતે સત્વરે ઘટતું કરવા અરજ છે.

આવનાર સમયજ બતાવશે કે પાલિકા ના વેરા વધારા માં પ્રજા પીસાશે કે પછી કોઈ પ્રજા નો સાચો હિતેચ્છુ આ બાબતે નક્કર લડત આપી વેરા વધારો સંપૂર્ણપણે પાછો ખેંચાવશે....??!!

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..