Back

કાલોલ ની માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 500 જેટલી અનાજની કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી..

પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કોરોના વાયરસની મહામારીના કારણે દેશ ભરમાં લાગેલા ચોથા લોકડાઉન જાહેર થતાં ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર બંધ થતાં હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  જરૂરિયાત મંદ લોકોને જરૂરિયાત ચીજવસ્તુઓની 500 કીટ તૈયાર કરી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મધ્યમ વર્ગના પરિવાર ને આજરોજ રાસન કીટનું જાત પાતના ભેદભાવ વગર વિતરણ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું હતું જેના થકી લોકડાઉનના કપરા સંજોગોમાં શ્રમજીવી પરિવારો માટે મોટી રાહત પહોંચી હતી. કોરોનાવાયરસ ની ગંભીરતા જોતા હાલ લોકડાઉનના ચોથા રાઉન્ડમાં સાવચેતીના ભાગરૂપે વધુ સમય રહેતાં લોકોની હાલત કફોડી સ્થિતિ બની જેમાં દુકાળમાં અધિકમાસ જેવી થવા પામી છે. એવી કટોકટીના કાળમાં કાલોલ શહેરની કાલોલ માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ તેમની ટીમ તેઓની મદદે આવ્યા છે તેમણે સોશ્યલ ડિસ્ટન્ટ અને સ્વાસ્થ્યની મર્યાદા જાળવી 500 જેટલી રાહત કીટ તૈયાર કરાવી હતી જેમાં આ કિટો માં ઘઉં, ચોખા, મીઠું,મસાલો, તેલ,સાબુ જેવી જીવન જરૂરી વસ્તુઓ સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરી ને આપી હતી.કાલોલ વિવિધ વિસ્તારના જરૂરિયાત મંદ પરિવારો એ માનવતા ચેરીટેબલ ટ્રસ્ટના આ માનવતાવાદી કામગીરીને વધાવી લીધી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..