Back

રાજપીપલા એસટી ડેપોમાંથી પ્રથમ દિવસે માત્ર ૧૪ મુસાફરોને મુસાફરી કરી

રાજપીપલા એસટી ડેપોમાંથી પ્રથમ દિવસે માત્ર ૧૪ મુસાફરોને મુસાફરી કરી.


 આજે બીજે દિવસે રાજપીપલા એસટી ડેપોમાંથી બસો વધારીને 6 બસો દેડીયાપાડા, કેવડીયા અને ધરમપુર ખાતે રવાના કરાઈ.


 આજે 22 થી વધારીને નર્મદા જિલ્લામાં 42 ટ્રીપો એસ.ટી બસો દોડાવાઈ. 


લોકડાઉન 4 માં હાલ નર્મદા જિલ્લા પૂરતી જ બસો શરૂ કરાઇ છે જે ક્રમશઃ વધારાશે એસટી ડેપો મેનેજર. 


 સેલંબા : મનોજ પારેખ


 લોકડાઉનમાં ચાર માં રાજપીપલા એસટી ડેપોમાંથી બસ સેવા શરૂ કરતાં પ્રથમ દિવસે માત્ર ૧૪ મુસાફરોને મુસાફરી કરી હતી,  જેમાં દેડીયાપાડાની બસમાં માત્ર એક જ પેસેન્જર બેઠા હતા. જ્યારે એક બસ ખાલી ગઈ હતી. આમ પહેલા દિવસે મુસાફરોની સંખ્યા માત્ર 14 સામે એસ.ટી.તંત્ર ખોટમાં ગયું હતું. જોકે સત્તાવાર માહિતી ન હોવાથી અને ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જો કે બીજે દિવસે વધુ ત્રણ બસો સાથે આજે લોકલ 6 બસો રવાના થઇ હતી. જેમાં ત્રણ બસ કેવડીયા,બે બસ દેડીયાપાડા અને એક બસ ધરમપુર મળી કુલ 6 બસો ને આજે આખા દિવસ દરમિયાન 42 ટ્રીપો મારી નર્મદા મા બસ સેવા શરૂ કરાતા મુસાફર જનતા આનંદની લાગણી અનુભવી હતી. જોકે તમામ બસો નું થર્મલ સ્કેનિંગ કરી માસ્ક ફરજિયાત પહેરાવી હેન્ડવોશિંગ કર્યા બાદ બસમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે બીજે દિવસે પણ મુસાફરોની સંખ્યા ઓછી જ હતું પણ ક્રમશઃ સંખ્યા વધશે એમ ડેપો મેનેજર પી.પી.ધામા ને જણાવ્યું હતું લોકડાઉન  ચાર માં નર્મદા જિલ્લા પૂરતી જ બસો શરૂ કરાઇ છે. જે ક્રમશઃ વધારાશે આમ 56 દિવસના લોકડાઉન પછી એકવાર રાજપીપલા એસટી ડેપોમાં મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટરો ની ચહલપહલ વધી જવા પામી હતી,  જોકે બે દિવસથી શરૂ  થયેલી બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી એસ.ટી.તંત્ર ખોટમાં ચાલી રહ્યું છે.

 

સાગબારા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

સાગબારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..