Back

આમલેથા ના રેલ ગામે ડોન કેમેરા ની મદદથી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસ.

આમલેથા ના રેલ ગામે ડોન કેમેરા ની મદદથી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસ.


રેડમાં નર્મદા એલ.સી.બી પોલીસને દારૂની માત્રા માપવાનું સાધન પણ મળી આવ્યું


નર્મદા એલ.સી.બી પોલીસે ૭૦ જેટલા દેશી દારૂના કેસ કરતા બુટલેગરોમાં ફફડાટ


સેલંબા : મનોજ પારેખ


   જિલ્લા પોલીસ વડા ની સૂચના અને નાયબ પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં મોટા પ્રમાણમાં ફેલાયેલા દેશી દારૂના ચાલતા નેટવર્ક ને નેસ્તનાબૂદ કરવા નુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ડોન કેમેરા સર્વેલન્સ ની મદદથી જિલ્લામાં ૭૦ જેટલા દારૂ ના કેસ કરાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

   આજરોજ સવારે નર્મદા એલ.સી.બી પોલીસ ના પી.એસ.આઇ સી.એમ. ગામીત તેમજ તેમના સ્ટાફના માણસો સાથે નર્મદાના આમલેથા ગામ ની આસપાસના  ઝાડી ઝાંખરા કોતર વિસ્તારમાં ડોન કેમેરાની મદદથી શોધખોળ આદરતા રેલ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. પોલીસને  રેડ દરમિયાન દારૂ માપવાના સાધનો પણ મળી આવતા પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ હતી.

   પોલીસે આમલેથા પાસેના રેલ ગામે રેડ કરી બે સ્થળે થી ૫૫ લિટર દારૂ, ૨૦૦ લિટર ગરમ વોશ,૧૨૦૦ લિટર ઠંડો વોશ ઝડપી પાડયો હતો. પોલીસે કુલ મળીને રૂપિયા ૪૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

      આમલેથા પાસેના રેલ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા આરોપીઓ (૧) દિનેશ કંચન વસાવા રહે.રેલ તા.નાંદોદ (૨) સુરેશ ગુમાન વસાવા રહે.રેલ તા. નાંદોદ ના ઓ પોલીસની રેડ પડતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સાગબારા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

સાગબારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..