Back

મોરબી ના રવાપર ગામના તળાવની સફાઈ અંગે જાગૃત નાગરીક ની સરપંચ ને રજૂઆત

મોરબી ના રવાપર ગામના તળાવ ની સફાઈ અંગે જાગૃત નાગરીક જયંતિભાઈ બારૈયા એ રવાપર ના સરપંચ ને રજૂઆત કરી. જણાવ્યુ કે, મોરબી શહેર કે તેની સીમા જોડાયેલ પંચાયતમાં એક અને માત્ર એક જ તળાવ કે જે રવાપર ગામ પંચાયતમાં આવેલ છે. જે આપણને વારસામાં મળેલ અમૂલ્ય ભેટ છે. જેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. આપણે એટલે કે પંચાયત અને ગામવાસીની ફરજમાં આવે કે તેની સાર સંભાળ કરીએ અને સમય સાથે તેનો જરૂર મુજબ પરીવર્તન કરીને વિકાસ કરવો જોઈએ. પરંતુ વિકાસની વાત તો દુર પંચાયત તળાવની જાળવણી કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. વાત રહી ગામવાસીની તો અમારી નૈતિક ફરજ રૂપે મોરબીની સ્વસ્છતા અભિયાન ટીમ સાથે મળીને તળાવને બધા કિનારા ની સફાઈ કરી હતી. અને તળાવના આસપાસના વિસ્તારમાં રહેતા જાગૃત ગામવાસીના નિરાધાર પ્રયત્નોથી સ્વસ્છતા જાળવીને સુંદર બનાવાના પ્રયત્ન પણ કરીએ છીએ.

પરંતુ તળાવના નિકાસવાળા ભાગમાં ખૂબ પ્રમાણમાં પ્લાસ્ટિક અને ડ્રેનેજનો અતી તીવ્ર દુર્ગંધવાળો કચરો એટલી બધી માત્રામાં છે કે જેની સફાઈ અમારાથી થઈ શકે તેમ નથી.

આ કચરાના કારણે મસ્છરોનો ઉપદ્રવ અને તીવ્ર દુર્ગંધમાં ઉત્રોતર વધારો થઈ રહ્યો છે. જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય વધી રહ્યો છે. અને વધુમાં વર્ષારૂતુના આગમનનો સમય પણ આવી રહ્યો છે.

 અમો રવાપરવાસી ઓમાંથી અલગ અલગ વ્યક્તિ દ્વારા ઘણા વર્ષોથી ન કરેલી સફાઈને કરાવવા રજૂઆત કરવામાં આવી છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..