Back

ગોધરા નગરપાલિકાના છ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી 


જિલ્લામાં કુલ 19 વિસ્તારો હજુ પણ ક્લસ્ટર એરિયા

છેલ્લા 28 દિવસના સમયગાળા દરમિયાન એક પણ

 નવો કેસ ન મળવાના પરિણામે મુક્તિ અપાઈ

   પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના ક્લસ્ટર કન્ટેઈમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી છ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. કોવિડ-19ના નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ આ વિસ્તારોમાં 28 દિવસના સમયગાળા દરમિયાન કોઇ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને આ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હરિકૃષ્ણ સોસાયટી, વાલી ફળિયા નંબર ત્રણ, અલંકાર સોસાયટી, ગાયત્રી નગર ખાડી ફળીયા, જૈન દેરાસર પાસે અને બ્રહ્મા સોસાયટીનો સમાવેશ થાય છે.  આ છ વિસ્તારોના 633 ઘરોના 2430 વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈમુક્ત થયા છે. હરિકૃષ્ણ સોસાયટીમાં ૨૭ એપ્રિલ બાદ અને બાકીના પાંચ વિસ્તારોમાંથી 28 એપ્રિલ બાદ કોઈ નવો કેસ મળી આવ્યો નથી

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..