Back

અરવલ્લી : મને કોરોના થયો તો શુ થયું મારે હજી લોકોની સારવાર કરવાની છે: ફૈઝ ઇપ્રોલીયા

અરવલ્લી 

          મને કોરોના થયો તો શુ થયું મારે હજી લોકોની સારવાર પોતાના વ્હાલસોયા ફક્ત ૧૫ માસના માસૂમ પુત્રને ઘરે પાસે રાખીને અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરે છે. રમઝાનના દિવસે ફૈઝનો હુંકાર હું ફરી લોકોની સેવા કરીશ જયારે કોઇ સામાન્ય માણસને કોરોનાનું નામ પડે તોય શરીરમાં ભયનું લખલખું પસાર થઇ જાય તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સહેજ પણ વિચલિત થયા વિના  ફરી એકવાર દર્દીઓની સારવાર કરવાનો હુંકાર કરે છે, એક ૨૪ વર્ષિય કોરોનાને મ્હાત આપનાર હેલ્થ કોરોના વોરીયર ફૈઝ ઇપ્રોલીયા. સમગ્ર અરવલ્લી જિલ્લાના ગ્રામ્યથી લઇ શહેરી વિસ્તારમાં કોરોનાથી પ્રભાવિત થયા ત્યારે મોડાસા શહેરની કોવિડ હોસ્પિટલમાં  કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર ચાલુ કરાઇ ત્યારથી શહેરના અર્બન સેન્ટરમાં દર્દીઓનો ઘસારો વધી ગયો આવી વિષમ પરિસ્થિતમાં હેલ્થ સેન્ટરમાં પોતાના ૧૫ માસના માસૂમને ઘરે મૂકી સેવા બજાવતી ૨૪ વર્ષિય ફૈઝ ઇપ્રોલીયા લેબ ટેકનિશિયનનો પણ સમાવેશ થાય છે. અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતી ફૈઝ કહે છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યા વધતા જ મોડાસા શહેર પણ સંક્રમણની અસરમાં આવ્યું જેને લઇ દર્દીઓનો ઘસારો સેન્ટરમાં વધ્યો આવા સમયે કોરોનાનો સંક્રમણ થયાનો ખ્યાલ આવતા જ ૮ મેના રોજ રીપોર્ટ કરાવ્યોને રીપોર્ટમાં કોરોના પોઝિટીવ આવતા મારા પગ તળેથી  જમીન સરકી ગઇ, મારા ૧૫ માસના પુત્ર શહાનું શું થશે. મારા પતિ અને પરીવાર જો આ સંક્રમણ લાગશે એવા વિચાર માત્રથી શરીર આખામાંય ભયનું લખલખું પસાર થઇ ગયું, પણ મે હિંમત હાર્યા વગર બસ આની સારવાર માટે સજ્જ થઇ ગઇ, મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવારની સાથે મને સતત મારા પુત્રનો જ વિચાર આવતો હતો.પણ હોસ્પિટલના તબીબ-નર્સનો સ્ટાફ જ જાણે મારો પરીવાર બની ગયો હોય ૧૦ દિવસ પસાર થઇ ગયા હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ્ય બાદ મેં સાવચેતીના ભાગરૂપે મારી દીકરાને મારા મમ્મી પપ્પા ને ત્યાં જ રાખ્યો છે અને આજે ૧૫ દિવસ બાદ મે તેને દૂરથી જોયો પણ હું મારા દિકરાને વ્હાલથી હાથ પણ ફેરવી શકતી નથી, જયારે અમારા રમજાનના પવિત્રે દિવસે હું એકદમ સ્વસ્થ્ય થયેલ ફૈઝ કહે છે દરેકના ઘરે કંઈકને કંઈક પારિવારિક સમસ્યાઓ હોય  છે પરંતુ તેની દરકાર કર્યા વિના નર્સ-તબીબ લોકો સતત ફરજ બજાવે છે છું તો મને આવા સમયે લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે તો હું ફરી સેન્ટરમાં  જોડાઇને કામ કરીશ મારા માટે સંતોષ મેળવવાનો સૌથી અમૂલ્ય અવસર છે..... હતાશ થઈ ગયેલા દર્દીઓના ચહેરા પર એક સંતોષ તમે લાવી શકો તો એનાથી મોટી કોઈ વાત જ ન હોઈ શકે..."

અહેવાલ વાત્સલ્ય ન્યુઝ મેઘરજ અરવલ્લી રિપોર્ટર ભરતસિંહ ઠાકોર 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..