Back

હાલોલમાં કોરોનાનો કહેર જારી, ત્રણ પોઝીટીવ કેસ આવતા તંત્રમાં દોડધામ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ તાલુકા તેમજ શહેરના મળી ૨ કેસ કોરોના ના સક્રિય હતા. ત્યારે તેમાંથી ૧ હાલોલ ના મોંઘાવાડામાં રહેતા વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ થયું હતું. જે કોરોના થી હાલોલ નું પ્રથમ મૃત્યુ છે. જ્યારે શનિવારના રોજ હાલોલ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતાં માતા તેમજ તેમના પુત્રને કોરોના પોઝીટીવ આવતાં નવા ૨ કેસ આવતાં વહિવટીતંત્ર દ્વારા તેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન  જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં એ વિસ્તાર ના 15 ઘર જેમાં રહેતા ૨૮ લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં આવરી લેવામાં આવ્યા છે. આમ હાલોલ શહેરના અગાઉ ૧૦ કેસ સાજા થઈ કોરોનાને મ્હાત આપી ઘેર પરત ફર્યા હતાં.જ્યારે ૧ નું મૃત્યુ થતાં હાલ ૪ સક્રિય કેસ હોવાનું સૂત્રોએ જણાવેલ હતું.

  પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકા તેમજ શહેરમાં થી ૨ કેસ કોરોના ના સક્રિય હતાં જેમાંથી રવિવાર ના રોજ હાલોલ ના મોંઘાવાડામાં રહેતાં ૭૪ વર્ષિય વૃદ્ધ શમશુદ્દીન વહોરાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. જ્યારે શનિવારના રોજ હાલોલ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતાં ગીતાબેન મહેન્દ્રભાઈ દેસાઇ ઉંવર્ષ ૬૫ ને તેમના પુત્ર ભાવીનભાઈ મહેન્દ્રભાઈ દેસાઇ ઉંવર્ષ ૪૪ નો કોરોના નો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામા આવ્યાં હતાં. તેમજ સમગ્ર વિસ્તારમાં વહિવટીતંત્ર દ્વારા સેનેટાઈઝેશન કરી તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની તપાસ હાથ ધરવા ની કામગીરી કરવામાં આવેલ હતી. જ્યારે કોરોનાગ્રસ્ત ના સીધા સંપર્કમાં આવેલ તેના પરિવારજનો પૈકી ૫ વ્યક્તિઓને ને તાજપુરા ખાતે આવેલ કોવીડ 19 ખાતે સરકારી ફેસેલીટી મા કરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે  બે વ્યક્તિઓને  હોમ કરોન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલોલ શહેરમાં નવા ૨ કોરોના પોઝિટિવ કેસો આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલોલ તાલુકા તેમજ શહેરમાં ના અગાઉ ૧૦ કેસ કોરોનાને મ્હાત આપી ઘેર પરત ફર્યા હતાં.

જયારે હાલોલ નગરના વડોદરા રોડ ખાતે શંકર નગરમાં રહેતા 40 વર્ષીય ઉમેશભાઈ તિવારીનો કોરોના કોવિડ 19 કેશ પોઝિટિવ આવતા આ વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો સાથે હાલોલ પંથકના કુલ 4 કેશ કેશો સક્રિય હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળ્યું હતું રવિવારે ઢળતી સાંજે વધુ એક કોરોના પોઝિટિવ કેશ નગર ખાતે નોંધાતા સમગ્ર વહીવટી તંત્ર દોડતું થયું હતું જયારે કોરોનાગ્રસ્ત ઉમેશભાઈને કોરોનાની સારવાર અર્થે વડોદરા સ્થિત સયાજી હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..