Back

ખનીજ માફિયા બેફામ : નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રક ની પણ ચોરી થતા અનેક સવાલ

ખનીજ માફિયા બેફામ : નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રક ની પણ ચોરી થતા અનેક સવાલ


એક તરફ ખનીજ માફિયાઓ નું નર્મદા માં જોર વધે છે ત્યારે બીજી તરફ પકડેલી હાઈવા ટ્રક ની પણ જો ચોરી થતી હોય તો તંત્ર ની કામગીરી પર અનેક સવાલ


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લામાં ખનીજ માફિયા પ્રકરણ વારંવાર પ્રકાશ માં આવ્યું છે ત્યારે તેમાં તંત્ર ના કેટલાક ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીઓ ની મિલીભગત ના કારણે પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની વાત પણ વારંવાર સામે આવીજ છે ત્યારે સુરત પારસિંગ ની ગે.કા. ઓવરલોડ રેતી ભરી જતી હાઈવા ટ્રક ને ખાણ ખનીજ વિભાગે સીઝ કરી હતી તેની પણ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ થતા તંત્ર ની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહયા છે.


પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા ખાણ ખનીજ વિભાગના સર્વેયર તથા માઇન સુપરવાઇઝર (ઈન્ચાર્જ) રાજીવકુમાર રામાભાઈ રાઠોડ ની ફરિયાદ મુજબ તેમણે ગેર કાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલી હાઇવા ટ્રક નં GJ 05.BX 784 ને પકડી સીઝ કરી ગરૂડેશ્વર ખાતેની રૂત્વીક કંપનીના કંપાઉન્ડમાં મુકી હતી ત્યારબાદ આ હાઇવા ટ્રક કોઈ અજાણ્યા વ્યક્તિઓ રેતી સહીત જાણ કર્યા વિના અંદાજે ૧૩,૧૩,૯૦૦/- ની ટ્રક ચોરી કરી લઇ જતા આ બાબતે રાજીવકુમાર રાઠોડે ગરુડેશ્વર પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..