Back

અરવલ્લીમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ્ય થયેલા દર્દીઓની સંખ્યા ૧૦૦ ને પાર

અહેવાલ 


અરવલ્લીમાં કોરોનાની  સારવાર બાદ સ્વસ્થ્ય થયેલા દર્દીઓની સંખ્યા ૧૦૦ ને પાર  

અરવલ્લીમાં વધુ ત્રણ દર્દીઓ સાજા થયા

અરવલ્લી જિલ્લામાં રવિવારે ધનસુરા અંબાસરના બે વ્રજપુરાના એક મળી કુલ ત્રણ દર્દીઓને રજા અપાતા કોરોના પોઝિટીવની સારવારમાંથી સ્વસ્થ્ય થવાનો આંક ૧૦૦ને પાર કરી ૧૦૩ સુધી પંહોચી ગયો છે, જયારે ૧૦ દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. 

આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જણાવ્યું હતું કે, જિલ્લામાં રવિવારના રોજ મોડાસા શહેરના ભાવસાર વિસ્તારના ૭૮ વર્ષિય વૃધ્ધાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવતાની સાથે  જિલ્લામાં કોરોનાનો આંક ૧૧૮ સુધી પહોચ્યો છે.  

જિલ્લામાં નોંધાયેલ ૧૧૮ કેસ પૈકી મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ ૧૦ પોઝીટીવ દર્દીને સારવાર હેઠળ છે જે પૈકી બે પોઝીટીવ દર્દીઓને હિમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જેમાં. મોડાસાના એક પોઝીટીવ દર્દીનો સમાવેશ થાય છે, મોડાસાના આ દર્દીનું રવિવારના રોજ રાત્રે ૧૧:૩૦ કલાકે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મરણ થતા જ મોડાસા શહેરના ચાર અને ભિલોડાના એક મળી કુલ પાંચ લોકોના મોત થયા છે. જયારે મોડાસાની કોવિડ હોસ્પિટલ જિલ્લાના ૧૦ કોરોના પોઝિટીવ લોકો સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદના બે દર્દીઓનો પણ સારવાર હેઠળ છે. જિલ્લામાં હાલ તકેદારીરૂપે ૧૩૬૧ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે.  


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )          

.

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..