Back

કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવ નાં મુદ્દે વિરોધ પ્રદર્શન.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ એ ભાજપ સરકાર દ્વારા કરાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે જેમાં ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચારો કરી  દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતી કિંમત અને સ્થિર કરવા સાથે કોરોના મહામારી ના કાળમાં મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવતા લોકોના આર્થિક ભાર ઓછો કરવા કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે જ્યારે ડીઝલ કિંમત પેટ્રોલ કરતાં વધુ વધી ગઈ હોય. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે ભાજપ સરકાર નિશાના પર આવી ગઈ છે જેને લઇને કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યું હતું.


કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..