Back

હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો, 46 બોટલ રકત એકત્ર કરાયૂ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર.કાદિરદાઢી


વિશ્વવ્યાપી કોરોના મહામારીને વ્યાપને  કારણે જિલ્લામાં લોહીની અછત ઉભી થતાં પંચમહાલ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેજા હેઠળ  જિલ્લાના દરેક તાલુકામાં જૂન મહિના દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ કરવાની અપીલ કરાઈ હતી દરેક તાલુકાના આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને સૂચના આપી વધુમાં વધુ રક્તદાન કરાવવા આહવાન કરાયું હતું જેના અનુસંધાનમાં સોમવારના રોજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પંચમહાલ શાખા ના સહયોગથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન તાલુકાના દરેક વિભાગના નોંધાવ્યા મુજબ રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું.જેથી જિલ્લામાં સગર્ભાબહેનોને ડિલિવરી દરમિયાન તથા સિકલ સેલ એનેમીયા જેવા વ્યક્તિઓને નિયમિત લોહી મળતું થાય જેથી લોહીની જરૂરીયાત વાળા લોકોને સમયસર લોહી મળી રહે તે હેતુથી લોકોએ સ્વૈચ્છાએ રક્તદાન કરીને 46 બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હાલોલ મામલતદાર એસ.એન.કતારા. હાલોલ હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય ખાતા ના તમામ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..