Back

શિનોર તાલુકાના સાધલી ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા સાધલી ખાતે પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઈ વિરોધ પ્રદર્શન યોજાયું પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી 


હાલમાં કોરોના વાયરસની મહામારીનો માર ચાલી રહ્યો હોય અને ઉપરથી તાજેતરમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હોવાથી પ્રજાને બમણો માર સેહવાનો વારો આવી રહ્યો હોય શિનોર તાલુકાના સાધલી ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ .સંગઠન મંત્રી અભિષેક ઉપાધ્યય .કોંગ્રેસ આગેવાન કિરીટ સિંહ જાડેજા.ચંદ્રકાન્ત પટેલ ની આગેવાનીમાં એક જંગી વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને ભાજપ સરકાર હાય હાય અને પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો પાછો ખેચો ના નારાથી વાતાવરણ  ગજવી મૂક્યું હતું.

 સાધલી બજારમાં સવારથીજ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હોય ભાવ વધારાનો વિરોધ કરતાં 20 થી 25 કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.


ફૈઝ ખત્રી.શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..