Back

જુનાગઢ પ્રણય ત્રિકોણમાં મહિલાની પૂર્વ પ્રેમીએ નિપજાવી નિર્મમ હત્યા : મહિલાની માસૂમ પુત્રી બની માતા વિહોણી

જુનાગઢ : આજે સાંજના સુમારે જીઆઇડીસી વિસ્તારમાં એક મહિલાની સરેઆમ હત્યાના બનાવના પગલે આખા વિસ્તારમાં ચકચાર વ્યાપી જવા પામી હતી ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક બનાવના  સ્થળ પર પહોંચી લાશનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી સ્થળ પરથીજ હત્યા કરનારની ધરપકડ કરી    આગળની  કાર્યવાહી હાથ ધરી હતી 

આ બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આજે સાંજે પોણા પાંચેક વાગ્યાના આસપાસના સુમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જી.આઇ.ડી.સી-૨  વિસ્તારમાં રહેતી મહિલા ભાવનાબેન નામ ધરાવતી યુવતી લાઠી ગામના સંજય પ્રવીણભાઈ ગૌસ્વામી સાથે છેલ્લા ૬ એક વર્ષથી પ્રેમ સબંધ હોય, જેમાં આ પ્રેમસંબંધ રાખ્યા પછી છેલ્લા ૯ એક માસથી અન્ય યુવક સાથે પ્રેમમાં પડતા અને આ યુવક સાથે જૂનાગઢ ખાતે રહેવા લાગતા આ બાબતે પુર્વ પ્રેમીને આ વાતની ખબર પડતા ઉશ્કેરાયેલા પૂર્વ પ્રેમી સંજય પ્રવીણ ગોસ્વામી રહે. લાઠી વાળાએ આડેધળ છરીના ઘા ઝીકી ભાવનાબેનની હત્યા નિપજાવી હતી.

ત્યારે યુવતીની હત્યા થયાની જાણ થતા દોડી આવેલી પોલીસે હત્યારાને સ્થળ ઉપરથી ઝડપી લઇ મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ હત્યાના પગલે મૃતક ભાવનાની માસુમ પુત્રીને જોઈને ઉપસ્થિત લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થતા ડીવાયએસપી ડામોર  સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચી તપાસમાં માર્ગદર્શન આપ્યુ હતુ હત્યા તેમજ પોલીસ તપાસના ધમધમાટ ના પગલે આ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા. 

ભરત બોરીચા..... જૂનાગઢ

Mo.92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..