Back

વાગરા : સૌ પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યો..

અનલૉક જાહેર થતાં ની સાથેજ કોરોના વાયરસે કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. શહેરોમાં થી કેસ ગામડાઓ તરફ વળ્યા છે. લોકલ ટ્રાંસમીશન વધતા કેસો રૂરલ વિસ્તારોમાં થી સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ તેમજ વસ્તી ખંડાલી માં થી કેસ મળી આવ્યા બાદ હવે વાગરામાં થી પણ એક કેસ સામે આવતા  તંત્ર દોડતું થયું છે. 


વાગરા વાંટા વિસ્તારમાંથી એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા જંબુસર ખાતે કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. વાગરા પોલીસ દ્વારા ઘરના સભ્યોને હોમ કવોરંટીન કરી ઘરને સિલ કરવામાં આવ્યું હતું. તેમજ  કોરોના પજીટિવ આવેલા વિસ્તારને સેનેટ્રાઇજર પણ કરવામાં આવ્યું હતું

વાગરામાં પ્રથમ કેસ બાદ લોકોમાં જાગૃતતા આવે અને સમાજિક અંતર તેમજ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવામાં આવે તે જરૂરી બન્યું છે. 


* રીપોર્ટર સરફરાજ સોલંકી વાગરા


વાગરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..