Back

ટંકારા તાલુકાના ડેમો નર્મદા નીરથી ભરવા ની ગ્રાહક સુરક્ષા મંડળ તથા ટંકારા તાલુકાના ખેડૂતો ની માંગણી

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ ગૌતમભાઈ વામજા તથા તાલુકાના ખેડૂતોએ ટંકારા તાલુકાના ડેમો નર્મદા નીરથી ભરવાની માગણી કરેલ છે ટંકારા તાલુકાઓમાં બે ઇંચ જેવો વરસાદ પડેલ. મીતાણા ડેમ  માં આ વર્ષે પાણી હતું. કેનાલમાં પાણી છોડાતા ડેમના કમાન્ડ એરિયા ના ગામના ખેડૂતોએ આગોતરું વાવેતર કરે લ છે .પરંતુ વાવેતર ઉપર વરસાદ થયેલ નથી. અષાઢી બીજ કોરી ગયેલ  છે. પરિણામે વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે.નર્મદાના નીર દ્વારા શહેરોમાં ડેમો તથા તળાવો ભરવામાં આવ્ યા છે. ત્યારે ટંકારા તાલુકાના ડેમો તથા તળાવો નર્મદા ના પાણીથી ભરવાની ખેડૂતોની માંગણી છે.નર્મદાની વિશાળ પાઇપલાઇનના વાલવ ટંકારા પાસે આસુંદરા નદી પાસે તથા ડેમી નદી ઉપર ધજરીયા પાજ પાસે છે .આ બંને વાલ ખોલી નર્મદા નું પાણી આપી શકાય એમ છે. તેમજ રસ્તામાં આવતા  ચેકડેમ, તળાવો પણ નર્મદાના નીરથી ભરી શકાશે.ટંકારા તાલુકાના ખેડૂતો દ્વારા કરાયેલા આગોતરા વાવેતરને બચાવવા ડેમી 1 ડેમ મીતાણા તથા ડેમી 2 ડેમ રાજાવડ ડેમ નર્મદાના પાણીથી ભરવાની ખેડૂતોની માગણી છે. હર્ષદરાય કંસારા

Jaykansara &Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..