Back

વેરા વધારા નો વિરોધ : રાજપીપલા વોર્ડ ન ૧ માંથી ૧૩૨ અરજીઓ અપાઈ

વેરા વધારા નો વિરોધ : રાજપીપલા વોર્ડ ન ૧ માંથી ૧૩૨ અરજીઓ અપાઈ

રાજપીપળા વોર્ડ નં ૧માંથી ઇસ્માઇલભાઈ માનસુરીની આગેવાનીમાં રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરો વધારવાના વિરોધમાં ૧૩૨ જેટલી અરજી આપવામાં આવી


રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નાગરપાલિકા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે પોતે જાહેર સ્ટ્રીટ લાઈટો અને પાણી માટે મોટરોમાં વપરાતી લાઈટ બીલ નથી ભરી શકતી નથી.કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારોના પગાર કરી નથી શકતી એટલું તો ઠીક જેસીબી કે ફોગીંગ મશીનોનું રીપેરેશન કરવા માટે પણ પાલિકા પાસે નાણાં નથી. કેમ કે પાલિકા પાસે આવકનું કોઈ સાધન નથી એવું ખુદ પાલિકા સત્તાધીશો જણાવે છે જેથી રાજપીપલા પાલિકા દ્વારા વેરા વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે

હાલ જ્યારે લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર પડીભાંગયા છે તેમજ લોકોની આર્થિક સ્થિતિ નબળી છે ત્યારે સહાય કરવાને બદલે રાજપીપલા પાલિકા દ્વારા ભોળી પ્રજા ઉપર વેરા વધારવાનું નક્કી કરતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કેટલાક પાલિકા સભ્યોએ આ ઠરાવ ને મંજૂરી આપી છે તો કેટલાક સભ્યો આ વેરા વધારાનો વિરોધ પણ કરી રહ્યા છે

આ સંદર્ભે રાજપીપલા પાલિકા દ્વારા વેરા વધારા મુદ્દે વાંધો હોય તો વાંધા અરજીઓ માંગવા માં આવી હતી ત્યારે વોર્ડ નં ૧ કસ્બાવાડ વિસ્તાર માંથી જાગૃત નાગરિક ઇસ્માઇલ ભાઈ મન્સૂરી, ઈમ્તિયાઝ મન્સૂરી, જીગા શેઠ, નિઝામ ભાઈ સૈયદ અને પૂર્વ પાલિકા સદસ્ય સિકંદર ખાન દ્વારા પોતાના વિસ્તાર માંથી લગભગ ૧૩૨ જેટલી વેરા વધારવા ના વિરોધ માં અરજીઓ રાજપીપલા પાલિકા માં જમા કરાવી હતી અને રાજપીપલા પાલિકા ના ચીફ ઓફિસર ને વેરા ન વધારવા બાબતે રજુઆત કરી હતી

લોકડાઉન જેવા આકરા સમયમાં પાલિકા દ્વારા સમગ્ર વેરા વધારા બાબત આવનારી પાલિકા ચૂંટણી માં ચાલુ સભ્યો ના ભવિષ્ય ઉપર ખાસ્સી અસર છોડી જશે તેવી ચોમેર ચર્ચાઓ ચાલી રહી છે....

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..