Back

ટંકારામાં અલગ-અલગ બે જગ્યાએથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો.

ટંકારાના લજાઈ ગામના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપી પ્રવીણ ઉર્ફે પવલો લાલજીભાઈ મકવાણા (ઉ.વ.૨૪) વાળાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૩ મળી આવતા પોલીસે ૫૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે   જેમાં ટંકારાના લજાઈ ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ ચોકડી પાસેથી પસાર થતા મોટરસાયકલ જીજે ૩૬ પી ૮૫૭૯ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭ કીમત રૂ ૨૧૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે બાઈક અને દારૂ સહીત કુલ રૂ ૨૨,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ભાગ્યરાજસિંહ ઉર્ફે ભગી મોહનસિંહ ઝાલા (ઉ.વ.૧૯) રહે લજાઈ વાળા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..