Back

ચિત્રકૂટ ટોકીઝ રોડની મુશ્કેલીઓ તાત્કાલિક હલ કરવા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત.

રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ચિત્રકૂટ ટોકીઝ રોડની મુશ્કેલીઓ તાત્કાલિક હલ કરવા ચીફ ઓફીસરને રજૂઆત.

 

મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ચિત્રકૂટ ટોકીઝ રોડ પર કેટલાય વર્ષથી ઉભરાતી ગટર અને તૂટેલી પાણીની લાઈન ના કારણે ત્યાં અપાર ગંદકી થાય છે લોક ડાઉન પહેલા ત્યાં રોડ બનાવવાનું કામ શરૂ થયેલ પરંતુ એટલા ભાગને રાખી દેવામાં આવેલ જેથી રોડ પર વાહનો લઈ ને નીકળવું બહુજ મુસીબત ભર્યું બની ગયેલ છે એક વખત આ જગ્યાની આપ મુલાકાત લઈ તાત્કાલિક આ મુસીબતનું નિવારણ કરો ત્યાંના રહેવાસીઓ અને વેપારીઓએ અનેક વખત ફરિયાદ કરેલ છે પણ કોઈજ જાતનો તેમાં સુધારો થયેલ નથી. આ બાબતે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને ઈમેલ દ્વારા આવેદનપત્ર અપાયું છે.

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..