Back

કોરોના ના પ્રકોપ વચ્ચે સાદગી થી બકરીઇદ ની ઉજવણી કરી રહેલા તિલકવાડાં ના મુસ્લિમ બિરાદરો

કોરોના ના પ્રકોપ વચ્ચે સાદગી થી બકરીઇદ ની ઉજવણી કરી રહેલા તિલકવાડાં ના મુસ્લિમ બિરાદરો

વસીમ મેમણ તિલકવાડાં

હાલ પુરા દેસ માં કોરોના ની મહામારી ચાલી રહી છે તેમાં થી નર્મદા જિલ્લો પણ બાકાત રહ્યો નથી નર્મદા જિલ્લામાં રોજે રોજ કોરોના ના કેસો વધી રહ્યા છે અને નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકામાં પણ કોરોના નો પગ પેસરો થઇ ગયો છે 

   

       તિલકવાડાં નગર અને ગ્રામ્ય વિસ્તાર માં વહીવટી તંત્ર ના ફરમાન ને માન આપીને મુસ્લિમ આગેવાનોએ તમામ મુસ્લિમ બિરાદરો ને સાદગી પૂર્વક બકરી ઇદ ની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ નમાઝ અદા કરવાં માટે જણાવ્યું હતું


પવિત્ર બકરી ઇદ નો ત્યોહાર હોઈ જેથી તાજેતર માં પરિસ્થિતિ જોતા દરેક મુસ્લિમ બિરાદરોએ સાદગી સાથે શાંતિ પૂર્ણ અને સદભાવના ના માહોલ માં બકરી ઇદ ની ઉજવણી કરી હતી સાથેજ સરકાર ની ગાઈડ લાઈન મુજબ કાયદા નું પાલન કરીને એક બીજા થી દુર રહીને તેમજ મોઢા ઉપર માસ્ક બાંધી ને સોસિયલ ડિસ્ટનસિંગ નો ખાસ ખ્યાલ રાખી ને ઇદ ની નમાઝ અદા કરી હતી અને કોરોના નો સમગ્ર દુનિયામાંથી નાશ થાઈ અને લોકો પહેલા જેવું સામાન્ય જીવન જીવે એવી ખુદા ની બારગાહ માં દુવા કરી હતી અને તંત્ર ને પૂરો સાથ સહકાર આપીને સાદગી પૂર્ણ બકરી ઇદ ની ઉજવણી કરી હતી

તિલકવાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..