Back

મોરબી : ઘાંચી શેરીમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.

તા.૩૧/૦૭/૨૦૨૦ ના રોજ રાત્રિના ઘાંચીશેરીમાં રહેતા મરણ જનાર અનીશભાઈ રફીકભાઈ પીઠડીયા ને ઘર પાસે બાઈક રાખવા બાબતે આરોપી આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયા સાથે બોલાચાલી થતાં આરોપીએ મરણજનારને છાતી તથા માથાના ભાગે છરીના ઘા મારી મોત નિપજાવી નાશી ગયેલ હોય જે અંગે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ-૩૦૨,૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો રજી. થયેલ હોય જે આરોપીને સત્વરે અટક કરવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા તરફથી સૂચના થઈ આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પો.સ્ટે. તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ કરતાં આરોપી રાજપર ચોકડી પાસે હોય અને ભાગી જવાની ફિરાકમાં હોવાની ચોક્કસ હકીકત મળતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયા ઉ.વ.૨૩ રહે.મોરબી નવડેલા રોડ ઘાંચી શેરી ફારૂકી મસ્જિદ પાસે વાળાને શનાળા ગામ રાજપર ચોકડી પાસેથી શોધી કાઢી હાલે પોલીસ સ્ટેશન ખાતે રાખવામા આવેલ છે. અને મજકૂર આરોપીનો જરૂરી કોરોના ટેસ્ટ કરાવી અટકાયત કરવા ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..