Back

બાયડ આશ્રમ ને પરિવાર સાથે મિલન કરાવવામાં 105મી સફળતા મળી

અહેવાલ 

બાયડ આશ્રમ ને પરિવાર સાથે મિલન કરાવવામાં 105મી સફળતા મળી

કૈલાશબેન વિનોદભાઈ બારૈયા  એક વર્ષ એક મહિના  પહેલા ખેડા જિલ્લાના ભરકુંડા (બારૈયાના મુવાડા)થી ગુમ થયેલ હતા. માનસિક વિકલાંગ બહેન  181 મહિલા અભયમ દ્વારા જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સંચાલિત મંદ બુદ્ધિના (દિવ્યાંગ) બહેનો ના આશ્રમમાં એકવર્ષ પહેલા લાવવામાં આવ્યા હતા. આશ્રમ માં હાલ 140 બહેનો આશ્રય લયી રહ્યા છે. આશ્રમ ના પ્રમુખ અશોકભાઈ જૈન ,ટ્રસ્ટીઓ, અને સેવા સાથી સ્ટાફ ના લાગણી ભર્યા વ્યવહાર,પ્રેમ ,હૂંફ તથા ડો.પ્રણવ શેલાત સાહેબ ની મેડિકલ ટ્રીટમેન્ટ  થી કૈલાશબેન ની માનસિક સ્થિતિ માં સુધારો આવતા પોતાના ઘર નું સરનામું યાદ આવતા  પરિવાર સાથે સંપર્ક કરવામાં સફળતા મળી ,અને પરિવાર માં ખુશી નો માહોલ સર્જાયો.આશ્રમના સેવાસાથી સ્ટાફ માંથી અલ્પેશભાઈ,મહેશભાઈ,રીંકુબેન આજ રોજ 31/7/3020 શુક્રવારે કૈલાશબેન ને ભરકુંડા પોતાના ઘરે મુકવા માટે પહોંચ્યા.પરિવાર એક વર્ષ થી દૂર થયેલ બહેન ને જોઈ ગદ-ગદિત થયી ગયો હતો.અને આશ્રમ ની પ્રવૃત્તિને ખૂબ બિરદાવી હતી.


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..