Back

કાલોલ નજીક પાંચ પથરા પાસે ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અસરકારક કામગીરી ના ભાગરૂપે ઓવરલોડ રેતી ભરેલી એક ટ્રક ઝડપી પાડયું હતું. ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગની ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યા છે અને ગ્રુપ બનાવી  ખનીજ વિભાગની ટીમ ની પળેપળની માહિતી ની જાસૂસી કરી ગ્રુપમાં મોકલી રહ્યા છે તેવા કઠિન સંજોગોમાં પણ પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ આજરોજ કાલોલ અને ઘોઘંબા તાલુકા ના અડાદરા પાંચ પથરા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે રેતી ભરેલા એક ટ્રકને રોકી પાસ પરમીટ માંગતા ૨.૫૦૦ મે. ટન ઓવરલોડ ટ્રક જી.જે.૩૫ ટી ૮૭૭૭ ને ઝડપી પાડી હતી અને કારમેલ ઇન્ડસ્ટ્રીઝ અડાદરા ખાતે સીઝ કરી મૂકવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..