Back

દેડીયાપાડા સિવિલ હોસ્પિટલમાં ગાયનોકોલોજિસ્ટ ડૉક્ટર ના અભાવે સગર્ભા બહેનોને પડતી તક્લીફ

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે ના સરકારી દવાખાના મા અપુરતી સુવિધાઓ ની મુખ્યમંત્રી સુધી પત્ર લખી ફરિયાદદેડીયાપાડા ના એડવોકેટ અને નોટરી  હિતેશ દરજી દ્વારા સરકારી હોસ્પિટલમા સુવિધા ના અભાવ સુપરિન્ટેન્ડેન્ટ ની ગેરહાજરી સહિત વાતો પ્રકાશ મા લાવતા આરોગ્ય વિભાગ માં દોડધામ 


પરેશ બારીયા


 દેડીયાપાડા સિવિલ હોસ્પિટલમાં ગાયનોકોલોજિસ્ટ ડૉક્ટર ના અભાવે સગર્ભા બહેનોને પડતી તક્લીફ 
   નર્મદા જીલ્લા મા આરોગ્ય લક્ષી સુવિધાઓ નો ખુબજ ગંભીર પશ્ર હોવાનું અવારનવાર ચર્ચાસ્પદ બન્યુ છે. ગુજરાત સરપંચ પરિષદ ના દક્ષિણ ઝોન  નર્મદા પ્રમુખ સહિત મિડીયા અનેક વાર આ સમસ્યા ઓને ઉજાગર કરી ચુક્યા છે ત્યારે દેડિયાપાડા ખાતે ના પરસિધ એડવોકેટ અને નોટરી હિતેશ દરજી એ દેડિયાપાડા સરકારી દવાખાનામાં અપુરતી સુવિધાઓ દવાખાના ના સુપરિન્ટેન્ડેન્ટ ની હેડકવાર્ટર ખાતે ગેરહાજરી સહિત સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે ઉઠાવવી પડતી તકલીફો ની લેખિત ફરિયાદ મુખ્યમંત્રી ને પત્ર લખી કરતા આરોગ્ય વિભાગ સહિત રાજકીય વર્તુળો મા આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનેલ છે .


  સરકાર ની નીતિ મુજબ સપ્રમાણમાં દરેક હૉસ્પીટલમાં સ્ટાફ રાખવા તેમજ ભરતી બાબતે જે દેડીઆપાડા સીવીલ હોસ્પીટલમાં  સ્ટોરેજ યુનીટ સ્ટાફની નિમણૂંક ન હોવાના કારણે લાખો રૂપિયાના માળખાકીય સુવિધા ધુળ ખાઈ રહ્યા છે.

અલ્ટ્રાસાઈન્ડ ચેક અપ સુવિધા તેમજ ઓટોબ્લજેર સુવિધા આપવા જેવી બાબતો પોતાની ફરિયાદ  માં દેડિયાપાડા ના એડવોકેટ અને નોટરી હિતેશ દરજી એ  દર્શાવી  છે.


  ડેડીયાપાડા તાલુકામાં એક પણ સ્ત્રી રોગ કે હાડકા રોગોના નિષ્ણાત ની હોસ્પીટલ નથી ડેડીયાપાડા ની જનતાને અને ખાસ કરીને ડેડીયાપાડા તાલુકા ની  સગર્ભા બહેનો ને  કુપોષણની ભોગ બનતી આવેલ છે અને સરકાર દ્વારા ખાસ તેઓની કાળજી લેવા કુપોષણ દુર કરવા  માટે અનેક પ્રકાર ની  વિવિધ સુવિધા ઓ  આપી રહી છે, પરંતું દેડિયાપાડા ખાતે ના આ સરકારી દવાખાના મા  છેલ્લા ૩ માસથી એક પણ સ્ત્રી રોગના નિષ્ણાત ની નિમણુક નહિ કરવાને  કારણે સગર્ભા બહેનો ના  પરીવાર ભારે ચિંતા મા મુકાયા છે. સગર્ભા બહેનો ને અચાનક જયારે ડિલીવરી નો સમય થાય કે પીડા થાય ત્યારે

 ડીલેવરી માટે અંકલેશ્વર,ભરૂચ,ઝઘડીયા રાજપીપળા ,વડોદરા સુધી જવું પડતું હોય છે !! અને સારવાર માટે બહાર જવા માટે હાલમાં રોડ રસ્તા ખુબજ બિસ્મારહાલતમાં હોય ને પીડા ભોગવવા સરકાર ની અપુરતી સગવડો થી મજબૂર અને લાચાર બનવુ પડતુ હોય  છે.


  અગાઉ દેડીયાપાડા સરકારી દવાખાનામાં સ્ત્રી રોગ ના  ડૉક્ટરની કરાર આધારીત ભરતી કરવામાં આવેલ પરતું

કરારની અવધી પુરી થતા પહેલા નવા કોઈ ડૉકટરી ની  ભરતી કરવામાં આવેલ નથી. દેડિયાપાડા ખાતે સિવિલ સુપ્રીટેન્ડન્ટ તરીકે  વી. એમ .કંથારીયા ફરજ નિયુકત છે  જેઓ એમડી એનેસ્થેટીક છે તેઓની હાજરી પણ અતિ અનિવાર્ય કોઈ પણ સારવાર માટે ૨હેતી હોય એ સ્વાભાવિક  છે પરંતું સાહેબ જાતે જ સુપ્રીટેન્ડન્ટ હોય તેઓ પોતાની નોકરી પોત પોતાની અનુકુળતા પ્રમાણે નકકી કરી ચોવીસ ચોવીસ કલાક ની નોકરી કરી હેડ કવાટર્સ પર હાજર રહેવાના બદલે વડોદરા કે દાહોદ જતા રહે છે અને હોસ્પીટલના વડા હોવા છતા રામભરોસે હોસ્પીટલ છોડી દેતા હોવાનો ગંભીર આરોપ પણ દવાખાના ના સુપરિન્ટેન્ડેન્ટ ઉપર લગાવ્યો છે.


 વધુમાં દેડીયાપાડા સરકારી દવાખાનામાં બ્લડ સ્ટોરેજ કરવા પણ સુવિધા છે લાખો રૂપીયાના ખર્ચે મશીનરી અને વ્યવસ્થા કરવામાં આવી છે પરંતું બ્લડ ગૃપ મેચ કરવા યોગ્ય ટેકનીશયન દવાખાનામાં નિમણુંક કરવામાં ના આવતા  સદર મશીનરી અને વ્યવસ્થા રૂમ ધૂળ ખાય છે અને સાથોસાથ દર્દીને જયારે પણ લોહી ની જરુરીયાત ઉભી થાય તો   બહાર ગામ જવુ પડે છે.જેવી ઘણી ખામીઓ દર્શાવતી ફરિયાદ દેડિયાપાડા ના એડવોકેટ અને નોટરીે હિતેશ  દરજી દ્વારા મુખ્યમંત્રી સુધી કરવા માં  આવી છે.


    નર્મદા જીલ્લા ને કેન્દ્ર સરકાર દ્વારા એસપીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરેલ છે છતાં આ જીલ્લા ની સમસ્યાઓ જસે ની તસજ છે જે ખુબજ ચિંતા અને ચિંતનનો વિષય બનેલ છે.

ડેડીયાપાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..