Back

ગુજરાતના પનોતા પુત્ર પી.એમ.નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ નિમિતે વૃક્ષા રોપણ અને સફાઈ અભિયાન સપ્તાહ નો પ્રારંભ

વાત્સલ્ય ન્યૂઝ વઘઇ ડાંગ

ગુજરાત ના સપૂત અને દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના 70 મી જન્મ દિવસ નિમિતે તા 14મી સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ યોજી વૃક્ષા રોપણ અને સફાઈ અભિયાન હાથ ધરી ઉજવણી કરવામાં આવશે


ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી અને સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા ની અધ્યક્ષસ્થાને સમગ્ર ડાંગ જિલ્લામાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન શરૂ કરી સેવા સપ્તાહ તરીકે ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ગુજરાત ના સપૂત લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના 70 મી જન્મ દિવસ નિમિત્તે તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે દેશભરમાં 14મી સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ દ્વારા ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર તથા રાજ્ય ભાજપ ની સૂચના મુજબ દરેક કાર્યકર્તા અને શુભેચ્છકો વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી સ્વાસ્થ્ય અને લાબું આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આહવા,સુબિર,માલેગામ,વઘઇ સહિત વિવિધ વિસ્તારોમાં તથા જાહેર માર્ગો,અને સ્થળોએ સાફ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં આહવા સરપંચ હરિરામ સાવંત,માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ ,પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,હીરાભાઈ રાઉત,મહામંત્રી કિશોભાઈ ગાવીત,દશરથ પવાર,રમેશ ગાંગુરડે,યુવા મોરચા સંજયભાઈ પાટીલ,આઇટી સેલ ગીરીશભાઇ મોદી,મેરિષભાઈ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..