Back

ડાંગ જિલ્લા માં જીલ્લા - તાલુકા ની સા.શૌ.પ વર્ગ ની બેઠક ફાળવવા જાગૃત નાગરિક દ્વારા ગુજરાત ચુંટણી પંચ ને રજુઆત કરાઇ

વાત્સલ્ય ન્યૂઝ વઘઇ ડાંગ

ડાંગ જિલ્લામાં જાગૃત નાગરિકો દ્વારા સા.શૌ.પ વર્ગ ની બેઠક ફાળવવા અંગે ચૂંટણી પંચ ને રજુઆત કરવામાં આવી

રાજય ના ચુંટણી પંચે થોડા દિવસ પુર્વે જીલ્લા અને તાલુકા પંચાયત ની સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માટે સિમાંકન નોટીફીકેશન જાહેર કર્યુ છે જેમાં ડાંગ જિલ્લા માં જીલ્લા અને તાલુકા પંચાયત ની ૧૮ બેઠક પૈકી વર્ષ ૨૦૧૫ માં (૧) જીલ્લા પંચાયત અને (૩) બેઠક તાલુકા પંચાયત ની સા.શૌ.પ ની અનામત ફાળવણી કરવામાં આવેલ હતી પણ હાલ થોડા અગાઉ વર્ષ - ૨૦૨૦ માં યોજાનાર સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માટે ચુંટણી પંચે જાહેર કરેલા નોટીફીકેશન માં સા શૈ.પ વર્ગ ની બેઠક નાબુદ કરી દેવાતા બક્ષીપંચ ની અનામત સીટ પર થી ઉમેદવારી કરનારા ટીકીટ વાન્છુકો ઓમાં નારાગી વ્યાપી જવા પામી હતી જે ને લઇ આહવા ના જાગૃત નાગરિક એવા ગીરીશ મોદી એ મુખ્ય મંત્રી તેમજ ચુંટણી પંચ ને લેખીત રજુઆત કરી જીલ્લા અને તાલુકા પંચાયત માં સા શૈ.પ વર્ગ ની અનામત સીટ ની માંગ કરી હતી જેમાં ડાંગ જિલ્લામાં સને-૨૦૨૦ ની વસ્તી ની માહિતી મુજબ ડાંગ જિલ્લામાં કુલ-૨૨૫૩૨૩ છે જેમાં અનુ.જાતીની કુલ વસ્તી - ૯૪૬ છે અનુ.જનજાતીની વસ્તી કુલ૨૨૧૦૦૦ અને સા.શૈ.પ.જાતીની વસ્તી જોવા જઇએ તો આહવા - ૨૧૩૩ વઘઇ ૧૦૯૭ અને સુબીર તાલુકા ની ૬૭ એમ કુલ-૩૨૯૭ પછાત વર્ગ ની વસ્તી નોંધાયા છે જેમાં વર્ષ-૨૦૧૫ માં જીલ્લ પંચાયત ની (૧) બેઠક ફાળવવામાં આવી હતી જયારે આહવા,વધઈ અને સુબીર તાલુકા પંચાયતની ૧-૧ બેઠકો ફાળવવામાં આવી હતી હાલ સા.શૈ.પ.જાતી ને વર્ષ-૨૦૨૦માં ડાંગ માં જિલ્લા કે તાલુકા ની એક પણ સીટ ફાળવેલ નથી જે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગે ની વસ્તી ના આધારે અનામત સીટ ફાળવવામાં ચુંટણી પંચ પાસે માંગ કરાઈ છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..