Back

Halvad : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે મોરબી અને હળવદમાં આવેદન અપાયું

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે મોરબી અને હળવદમાં આવેદન અપાયુ

હળવદ:રાજકોટના આહીર અર્જુનભાઈ આંબલીયા પ્રેરિત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન હેઠળ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપવવા અંગે હળવદમાં કાર્યકર્તાઓએ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તે બાબતે ઘણી જગ્યાએ ઉગ્ર માંગ ઉઠી રહી છે. જો ભાવનગરના સ્વ. કૃષ્ણકુમારસિંહજી બ્રાઝિલને એક નંદી ભેટ આપે અને બ્રાઝિલની ઈકોનોમિક બદલી જતી હોય તો દેશ ગૌમાતાથી આર્થિક, આરોગ્ય વગેરેમાં સમૃદ્ધ બની શકે છે. અને એટલે જ પ્રાચીન કાળથી ગૌ ને માતા કહેવામાં આવે છે. આથી, રાષ્ટ્રના ઉજળા ભવિષ્ય માટે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો જોઈએ. આ સાથે નીચે મુજબની માંગ કરવામાં આવી છે. સરકાર આ માંગ વહેલી તકે પૂરી કરે એવી અરજ છે, નહીંતર લોકમત મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની સરકારએ નોંધ લેવા અપીલ કરી છે.

1. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે.

2. સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગૌહત્યા સંપુર્ણ બંધ કરવામાં આવે.

3. ગૌચર જમીનો પરના ગેરકાનૂની દબાણો દુર કરવામાં આવે.

4. સમગ્ર રાજ્ય તથા ભારતમાં ગૌમાતાની વસ્તી ગણતરી કરવામાં આવે.

5. ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે, તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સુધી વધુ લાભ પહોંચાડવામાં આવે.

6. રસ્તે રખડતા ગૌવંશની કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..