Back

આમ આદમી પાર્ટીના દેવભૂમિદ્વારકા જિલ્લા યુવા પ્રમુખની વરણી કરાઈ.


ગોપાલ ઇટાલીયા સાહેબ ની મહાત્મા ભૂમિ પરથી શરૂ થયેલ યુવા જોડો અભિયાન ને જબ્બર પ્રતિસાદ મળી રહયો છે રોજે રોજ હજારો યુવાનો આપ મા જોડાઈ રહ્યા છે. વિરોધી પાટી ની ઉંઘ હરામ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા ના યુવા અગ્રણી, શિક્ષિત, આહિર આગેવાન બોદર વિશાલ પરબતભાઈ ની આમ આદમી પાર્ટી ના જીલ્લા યુવા પ્રમુખ તરીકે વરણી કરવામા આવી છે તેમની આ નિમણુક થી તેમના મિત્રો, સ્વજનો અને યુવાનો મા ખુશી નુ મોજુ ફરી વળ્યું છે મિત્રો સ્વજનો તરફ થી અભિનંદન નો અવિરત ધોધ વહી રહ્યો છે આમ આદમી પાટી ના જીલ્લા પ્રભારી મેસાભાઈ જોગલ,જીલ્લા પ્રમુખ કે.જે.ગઢવી, જીલ્લા ઉ.પ્ર.એમ.યુ.જેઠવા, મુકેશભાઈ સોની વગેરે આ વરણી ને આવકારી છે.

ખંભાળીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવવા નીચેના ગ્રુપમાં એડ થવા વિનંતી..