Back

ઘોઘંબાના ગુણેસીયા ગામે દીપડો કૂવામાં પડતા વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડા ખુલ્લે આમ શિકારની શોધ માં ફરી રહ્યા છે અને તેઓ અવાર નવાર માણસો ઉપર હુમલો કરતા હોય છે જેમાં તાલુકાના લોકો ઘાયલ થતા હોય છે કાતો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે જેમાં ઘોઘંબા તાલુકામાં ગુણેસીયા ગામે વહેલી સવારે શિકાર ની શોધ માં ફરતો એક દીપડો રમેશ ભાઈ વજેસિંહ પરમાર નામના ખેડૂતના કૂવામાં પડી ગયો હતો જેની જાણ વન વિભાગ ને કરાતાં વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખા દિવસની ભારે જહેમત બાદ સાંજે દીપડાને નિસરણી મારફતે હેમખેમ દીપડા ને બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધર્યું હતું.દીપડો કુવામાંથી બહાર નીકળી જંગલ તરફ નાસી ગયો હતો ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તાર અને માનવ વસ્તી નજીક  હોવાથી અવાર નવાર જંગલી પશુઓના માણસો ઉપર હુમલાઓ વધી જવા પામ્યા છે.

ઘોઘંબા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..