Back

મોરબી : રવાપર થી ઉમિયા સર્કલ સુધીનો વન-વે તાત્કાલિક રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત.

મોરબી કેનાલની બીજી બાજુમાં આવેલ કાચો રોડ કે જે રવાપર થી ઉમિયા સર્કલ સુધીનો વન-વે કરેલ છે. જેને તાત્કાલિક રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત.

મોરબીમાં આવેલ રવાપર ગામ થી શનાળા રોડપર ના ઉમિયા સર્કલ સુધીના કેનાલ રોડ ને વન વે કરવામાં આવેલ છે.

હાલમાં આ રોડ પર લોકોને ચાલવા  માટે ફરજિયાત કહેવામા આવે છે. પરંતુ આ કેનાલ ની બીજી બાજુ ના રોડ માં પડેલ મોટમોટા ગાબડાં ઓ અને ખાડાઓ રીપેર કરવામાં આવતા નથી. એક તો આ રોડ બનાવવામાં આવેલ નથી કાચો જ છે. જેના કારણે લોકોને અકસ્માત થાય છે. અને લોકોના વાહનો પણ ખરાબ થાય છે.

હાલ માં જ એક બાઇક સવાર નું અકસ્માત થતાં પગ માં ફેકચર થવા પામેલ છે. પરંતુ તંત્ર ધોર નિંદ્રા માં છે. તંત્ર તમાશો જોયા કરે છે. પરંતુ આ ગાબડા અને ખાડા રીપેર કરાવતું નથી.

જેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી પાસે માંગણી કરાઇ છે. કે, તાત્કાલિક ધોરણે આ કાચો રોડ રીપેર કરવામાં આવે જો આવું નહીં કરવામાં આવે તો ના છૂટકે કલેક્ટર કચેરી એ ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિક લોકો સાથે રાખી ને રજૂઆતો કરવાની ફરજ પડશે તેમજ ધરણા કરવાની ફરજ પડશે તેમ ચીમકી પણ ઉચ્ચારેલ છે.

ત્રણ દિવસમાં કામ કરવામાં નહિ આવે તો, કલેક્ટર કચેરી એ ધરણાં પર બેસીશું એમ પણ વધુમાં જણાવેલ છે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..