Back

ટંકારા તાલુકાના સાવડી ગામ પાટીદારનું ગૌરવ આરતીબેન ભેંસદડીયા

 ટંકારા  તાલુકાના સાવડી ગામનું ગૌરવ અને ઉત્સાહી મહેનતુ આરતીબેન નાનજીભાઈ ભેંસદડીયા GPSC દ્વારા લેવાયેલ સ્ટેટ ટેક્સ ઈંન્સ્પેક્ટર(STI )ગુજરાત રાજ્યની પરીક્ષા માં ઉત્તીર્ણ થઈ ટેક્સ ઈંસ્પેક્ટર તરીકે સ્થાન મેળવી સમાજનું અને ટંકારા તાલુકાના સાવડી ગામનું ગૌરવ વધાર્યું છે 

જેથી સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થી  મિત્રો શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે અને નોંધનીય છે કે ટંકારા પંથકમાં સાવડી ગામ મોટી સંખ્યામાં  વિદ્યાર્થીઓ સફળ થઈ શિક્ષણ ક્ષેત્રે  અગ્રેસર રહ્યુ છે

 જેથી નાનકડા ગામમાં ખુશીની લાગણી છલકાઈ રહી  હોય તેમજ કરેલી મહેનતનું ફળ મેળવનાર આરતીબેન  ,જેઓએ પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું છે.જે તકે તમામ ગુરુજનોને વંદન તેમજ ભેંસદડીયા પરિવાર સમાજ અને ગામનું  નામ રોશન કરનાર આરતીબેન તેમજ પરિવારજનોને 

શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે.સમાજ, સગા-સંબંધીઓ  અને વિદ્યાર્થી મિત્રો શુભેચ્છાઓ આપી રહ્યા છે .

(હષઁદરાય કંસારા & ઘવલ ત્રિવેદી )

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..