Back

બાયડ તાલુકાના પીપોદરા ગામ પાસે યુવક અને યુવતીની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

બાયડ તાલુકાના પીપોદરા ગામ પાસે ઝાડ પર દોરડું નાખીને ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના પીપોદરા ગામ પાસે સીમ વિસ્તારમાં એક યુવક અને યુવતી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું

ઘટના ની જાણ થતા લોકોના ટોળેટોળા આ ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા પોલીસ ને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી

યુવક અને યુવતીએ કયા કારણોસર ગળાફાંસો ખાધું તે રહસ્ય હજુ અકબંધ છે પોલીસે લાશનો કબજો લઇ ને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી



કિરીટ પટેલ વાત્સલ્ય ન્યૂઝ બાયડ


બાયડ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..