Back

હાલોલમાં સરકારી અનાજ સ્ટોરનો સંચાલક દારૂ પીધેલી હાલતમા મળી આવતા પોલીસ કાર્યવાહી કરી

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


બુધવારે બપોરના સમય બાદ હાલોલ મામલતદાર દ્વારા શહેરમાં સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનવાળા દ્વારા નિયમ મુજબનું અનાજ વિતરણ નહી કરવામાં આવતું હોવાની મળેલ ફરીયાદ ને લઈને નાયબ મામલતદારને તપાસ હાથ ધરવાનું જણાવતા તેઓ દ્વારા તપાસ હાથ ધરતા દુકાનના સંચાલક ખુબ જ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.જેનાથી પોતાના શરીરને સમતુલીત રાખી શકાતું ન હતું. ને તેમની સાથે વાત કરતા જીભ તોતડાતી હતી.ને મોઢામાંથી ખુબ જ દુર્ગંધ આવતી હોવાથી તેને નશો કરેલ હોવાનું જણાઈ આવતા નાયબ મામલતદાર દ્વારા હાલોલ પોલીસને જાણ કરી દુકાનના સંચાલક વિરૂદ્ધ પાસ પરમીટ વગર દીરૂ પેધેલો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી તેને મેડીકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવેલ હતો.

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ બુધવારના રોજ બપોરના સમયે હાલોલ નાયબ મામલતદાર (પુરવઠા વિભાગ) દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં દલવાડી કમ્પાઉન્ડમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજ ની દુકાન ના સંચાલક દ્વારા નિયમ મુજબ અનાજનું વિતરણ નહી કરવામાં આવતું હોવાની મળેલ ફરીયાદ અંતર્ગત તપાસ હાથ ધરતા ઉપરોક્ત દુકાનના સંચાલક રમણભાઈ રણછોડભાઈ પરમાર ઉં.વર્ષ ૬૩ રહે. ખરસાલીયા રોડ ફળીયું તા. કાલોલ મળી આવતા તેમને પુછપરછ કરતા તેનાથી શરીરનું સમતોલન રહેતું ન હતું. તેમજ તેમની સાથે વાતચિત કરતા તેમની જીભ તોતડાતી હતી. ને તેમના મોઢામાંથી દારૂ પીધો હોય તેવી દુર્ગંધ આવતી હતી.જેથી તેમણે નશો કરેલ હોવાનું માલુમ થતાં ને તેની પાસેથી કોઈ પાસ પરમીટ નહી મળી આવેલ હોવાથી હાલોલ ટાઉન પોલીસને જાણ કરી આરોપી રમણભાઈ વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે દારૂ પીધેલો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી તેને મેડીકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ હતું. જ્યારે આરોપીની અંગજડતી કરતા ને દુકાનમાં તપાસ કરતાં કશું પણ વાંધાજનક મળી આવેલ ન હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..