Back

"બાળકોની સુરક્ષા, રાષ્ટ્રની સમૃદ્ધિ" વિષયક વર્કશોપ સાથે જરૂરિયાતમંદોને હેલ્મેટ અને કિટનું વિતરણ કરાયું

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

આહવા ખાતે સેવાભાવી સંસ્થાના સથવારે જરૂરિયાતમંદ લાભાર્થીઓને હેલ્મેટ તથા જીવન જરૂરિયાતની સામગ્રીની કીટનુ કરાયુ વિતરણ...

વઘઇ તા; ૮; સેવાભાવી સંસ્થાઓના સથવારે છેવાડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી જરૂરી સાધન સામગ્રી પહોંચાડી અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનવાના મળેલા અવસરને સંપન્ન પરિવારો ઝડપી લે તે જરૂરી છે તેમ ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે આહવા ખાતે જણાવ્યુ હતુ.
તાજેતરમા આહવા ખાતે આયોજિત એક નાનકડા કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા કલેકટર શ્રી ડામોરે સુરતના ટ્રાફિક અવેરનેશ ગ્રુપ દ્વારા “દુર્ઘટના મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરવા સાથે, સમાજ કલ્યાણ વિભાગના જરૂરિયાત લાભાર્થીઓને દૈનિક જીવન જરૂરિયાતની સાધન સામગ્રીઓની કીટનુ વિતરણ કરતા ઉપર મુજબ જણાવ્યુ હતુ.

આહવાના ડાંગ દરબાર હોલમા આયોજિત કાર્યક્રમમા વાહનચાલકો એવા હેલ્મેટના લાભાર્થી ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગની લાભાર્થીઓ એવી કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતી અને દિવ્યાંગ બાળકીઓને લાભાન્વિત કરાઈ હતી.
આ વેળા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહીત કલેકટર શ્રી એન.કે.ડામોર, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, નાયબ પોલીસ અધિકારી શ્રી જે.આઈ.વસાવા સહીત સેવાભાવી સંસ્થાના હોદેદારો, લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
    "બાળકોની સુરક્ષા, રાષ્ટ્રની સમૃદ્ધિ" વિષયક વર્કશોપ સાથે આયોજિત આ કાર્યક્રમમા ૧૦૧ લાભાર્થીઓ હેલ્મેટનુ વિતરણ કરાયુ હતુ. જ્યારે ૨૦૦ લાભાર્થીઓને કીટ એનાયત કરવામા આવી હતી.
કાર્યક્રમનુ આયોજન તથા વ્યવસ્થા સંભાળતા જિલ્લા બાળ સુરક્ષા એકમ-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જીગ્નેશ ચૌધરીએ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. જયારે આભારવિધિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોશીએ આટોપી હતી. કાર્યક્રમની કાર્ય વ્યવસ્થા તેમની ટીમે સાંભળી હતી. જયારે ઉદ્ઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલે સેવા આપી હતી.

દરમિયાન સમાજ સુરક્ષા વિભાગની પાલક માતા-પિતા યોજના તથા સ્પોન્સરશીપ યોજનાના લાભાર્થીઓને સહાય મંજૂરીના આદેશનુ પણ વિતરણ કરાયુ હતુ.
-

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..