Back

ડાંગનાં કહાંડોળઘોડી ગામે"બેટી બચાવો, બેટી પઢાવો”સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના કહાંડોળઘોડી ગામે “બેટી બચાવો, બેટી પઢાવો” સપ્તાહ અંતર્ગત સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા બાબતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ

વઘઇ તા; ૧૩; રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલી રહેલા “બેટી બચાવો, બેટી પઢાવો” સપ્તાહ અંતર્ગત ચોથા દિવસે સ્ત્રીભૂણ હત્યા અટકાવવા બાબતે વિશેષ  કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
     સરકારશ્રીની કોવિડ -19 ગાઈડ લાઈન ને અનુસરતા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કાહાડોલઘોડી ગામે 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર દ્વારા ઉપસ્થિત ગ્રામીણ મહિલાઓને સ્ત્રીભૂણ હત્યા વિશે માહિતગાર કરાયા હતા. ભ્રુણ હત્યા કે પરીક્ષણ ઉપર કાયદા હેઠળ પ્રતિબંધ છે. જેના દ્વારા સ્ત્રીભ્રુણ હત્યા રોકી,  સ્ત્રી પુરુષ જન્મ દર ની સમાનતા  લાવવાનો સરકારનો ઉદ્દેશ્ય છે, તેમ જણાવી  મહિલાઓના કોઈપણ શારીરિક, માનસિક કે જાતીય સતામણીના બનાવોમા અભયમ 181 મહિલા હેલ્પલાઇનની મદદ મેળવવી જોઈએ તેમ તેમને જણાવ્યુ હતુ. હેલ્પલાઇન દ્વારા  ઘરેલુ હિંસા, લગ્નજીવનના વિખવાદો, કામકાજના સ્થળે જાતીય સતામણી, બાળલગ્ન અટકાવવા અને મહિલાલક્ષી સરકારી યોજનાઓની માહિતી પણ મેળવી શકાય છે, તેમ જણાવી કાઉન્સેલર ગ્રીષ્મા પટેલે આ વેળા પુરક વિગતો આપતા ગ્રામજનોને જણાવ્યુ હતું.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..