Back

દાહોદ જિલ્લાના લાયન્સ ક્લબ સેવાકીય પ્રવૃત્તિ ના મેલવિન જોન્સના જન્મદિને નિમિત્તે

ઈન્ટરનેશનલ એસોશિએશન ઓફ લાયન્સ ક્લબ સેવાકીય પ્રવૃત્તિ ના સ્થાપક મેલવિન જોન્સના જન્મદિને  નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ લીમખેડા હસ્તેશ્વર ,  સંજેલી પેલેસ અને દેવગઢબારીયા પેરીસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ નો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં બાળકોને પતંગ ,ચીક્કી અને બિસ્કીટ અને જમવાનું  આપી જન્મદિનની ઉજવણી કરવામાં આવે આ પ્રસંગે લીમખેડા હસ્તેશ્વર પ્રમુખ લાયન ભાવેશભાઈ મખોડીયા  લાયન ડો સથવારા, લાયન  અર્જુન ભરવાડ ,  સંજેલી પેલેસ ખજાનચી લા વિપુલ વાગરેચા અને  દેવગઢબારીયા પેરિસ  પ્રમુખ લા રાજુભાઈ સોની, સેકેટરી લા હિતેશ પરમાર, ઉપપ્રમુખ  લા નીલમ મકવાણા અને લા ગજેન્દ્ર પરમાર અન્ય લાયન્સ ક્લબના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા આ સેવાકીય પ્રવૃતિને બિરદાવતા ઝોન ચેરમેન કમલેશ લીમ્બાચીયા એ લાયન્સ ક્લબ ઓફ લીમખેડા હસ્તેશ્વર,લાયન્સ ક્લબ ઓફ સંજેલી પેલેસ,

લાયન્સ ક્લબ ઓફ દેવગઢબારીયા પેરિસ ના તમામ  હોદ્દેદારોને અને લાયન્સ મેમ્બરો ને અભિનંદન પાઠવ્યા નવી ક્લબો આવી જ રીતે સેવાકીય પ્રવૃતિઓ કરતી રહે શુભેચ્છા આપી હતી

દાહોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..