Back

હિંમતનગર જી.એમ.ઇ.આર.એસના બાળ વિભાગ દ્રારા ૧૮ મહિનાના પિયુષને નવજીવન મળ્યું

વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠા

કેમિકલ્સ અને બીજી ઘાતક વસ્તુઓ બાળકોની પહોચથી દૂર રાખવી, નહીં તો એ બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે.  બાળ વિભાગના નિષ્ણાંત ડોક્ટર

           સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર તાલુકાના નનપુર ગામના  ૧૮ મહિના  પિયુષને ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ બપોરે અચાનક ઝાડા,ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં જી.એમ ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સલ્ગન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે તાત્કાલિક સારવારમાં રાત્રે લાવવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં વધારે તકલીફ થવાથી તેમને તરત જ વેન્ટીલેટર પર મુકીને સારવાર ચાલુ કરવામાં આવી હતી.  બાળકની વધુ તપાસ કરતાં એની બન્ને આંખની કીકી ખુબજ નાની લાગતાં બાળ વિભાગના ડોક્ટર ધ્વારા વધુ પ્રશ્નો પૂછતાં ખબર પડી કે તેના પિતા ગલમીતભાઇ પારગી અને માતા  ખેતરમાં કામ કરતાં હતા ત્યારે  આવી તકલીફ થઈ હતી.

      ૧૮ મહિનાનો પિયુષ અને તેની ચાર વર્ષની બહેન ઘરે એકલા હતા ત્યારે બહેન દ્રારા રમત-રમતમાં  ખેતરમાં છાટવાની દવાની બોટલનું ઢાકણ ખોલી દેતા પિયુષે આ બોટલમાંથી દવા પીધી હતી. જે દવા બાળકે પીધી હતી તે કાર્બોસલ્ફાન ૨૫ ઇ.સી હતી જેના કારણે બાળકને  કાર્બોમેટ્સ પોઈજનીગ થયું હતું. આ માટે સિરામ ક્લોનીસ્ટ્રેજ (cholinesterase)નો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે એની નોર્મલ વેલ્યૂ કરતાં ઓછી હતી. બાળકની કાર્બોમેટ્સ પોઈજનીગની તાત્કાલિક સારવાર કરવાની શરૂ કરતાંની સાથે જ ૧૨ કલાકમાં જ વેન્ટીલેટર પરથી ઉતારી ઑક્સીજન આપવામાં  આવ્યો હતો. બાળકની તબિયત ખુબ જ નાજુક હોવાથી માતા પિતા એ બાળકની જીવવાની આશાજ  છોડી દીધી હતી.

      ડોક્ટરએ તેમની અથાક મહેનત ચાલુ જ રાખી હતી અને જરૂર પડ્યે રિપોર્ટ્સ અને દવાઓ અને સારવાર ચાલતી રહી જેના ફળ સ્વરૂપે  બાળક એકદમ સ્વસ્થ થતાં ૦૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રજા આપવામાં આવી. જરૂર પડે તેમ બધા રિપોર્ટ અને દવા ની તમામ સારવાર એક પણ રૂપિયાના  ખર્ચ વગર થઈ. બાળક ના માતા પિતા   અને તેમનો પરિવાર હોસ્પિટલ માં મળેલી સારવાર થી ખુબજ ખુશ અને સંતુષ્ઠ છે અને ડોક્ટર, સ્ટાફ નર્સ,  દરેક નો આભાર માન્યો હતો. બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.

   હોસ્પિટલના બાળ વિભાગના નિષ્ણાંત ડોક્ટર દ્રારા નાના બાળકોના માતા પિતા ખાસ સલાહ છે કે આવી કેમિકલ્સ અને બીજી ઘાતક વસ્તુઓ બાળકોની પહોચથી દૂર રાખવી , નહીં તો એ બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે.


 

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..