આમ આદમી પાર્ટીના અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી
સુરતમાં ખજોદ ડાયમંડ બુર્સમાં કથિત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે હિરા વેપારીઓ તરફથી આમ આદમી પાર્ટીને વારંવાર રજૂઆતો મળતી હતી. આ અનુસંધાનમાં ગોપાલ ઇટાલીય એ સુરતના હિરા વેપારીઓને મળવા માટે અને ડાયમંડ બુર્સ કૌભાંડ અંગે જાણકારી મેળવવા માટે મહિધરપુરા ડાયમંડ માર્કેટ ગ્યાં હતા આ દરમ્યાન કૌભાંડી ભાજપના ઈશારે પોલીસે કોઈ પણ વેપારીને ગોપાલ ઇટાલીય કોઈને મળવા ના દીધા હતા તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ કક્ષાના જાહેર જીવનના વ્યક્તિને આ બેરહેમીથી ટીંગાટોળી કરીને રીક્ષામાં નાખીને પોલીસ સ્ટેશન લઈ ગયેલ હતા. ખજોદ ડાયમંડ બુર્સ કૌભાંડ કરનારાઓ સત્તાનો ગમે તેટલો દૂર ઉપયોગ કરી લે, પરંતુ હીરાના નાના વેપારીઓ અને સુરતની જનતાનો અવાજ બનતી આમ આદમી પાર્ટીને રોકી નહિ શકે.



