Back

રહસ્મય મોત....ઠાસરા ડાભસર કેનાલ પાસે સેવાલિયાના યુવક નું શંકાસ્પદ હાલતમા મોત

સેવાલિયા મા રેહતા અને ગાડીઓની લે વેચ નો ધંધો કરતા ઈલિયાસ ભાઈ શેખ ની ગાડી અને તેમનો મૃતદેહ ડાભસર શેઢી શાખા કેનાલ માંથી મળી આવ્યો હતો. ગાડી માટે  અંગાડી જઉ છું તેમ કહીને નીકડેલ પણ મોડી રાત સુધી પાછા ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. તેઓ એ મોડી રાત સુધી શોધખોળ કરી હતી પરંતુ કઈ જ ભાળ ન મળતાં પરિવારજનો એ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી શોધખોળ કરવા માગણી કરી હતી.જોકે બીજા દિવસે ડાભસર શેઢી શાખા કેનાલ માંથી તેમનો મૃતદેહ તેમજ તેમની ગાડી નંબર GJ 01 HN 7072 તરતી હાલત મળી આવી હતી. આ અંગે ઠાસરા પોલીસ ને જાણ થતાં પી.એસ.આઇ શાહ સાહેબ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

     મૃતક ની ઓળખ કરી પોલીસ ટીમ દ્વારા પરિવારજનો ને જાણ કરી હતી..અને મૃતદેહ ને સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો ..અને ડોક્ટરો ની પેનલ ટીમ દ્વારા પી.એમ કરવામાં આવ્યું હતું ..એફ.એસ. એલ ટીમ દ્વારા ઘટના સ્થળે થી જરૂરી પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે.. આ ઘટના બાબતે ઠાસરા પોલીસે આકસ્મિક ગુનો દાખલ કરીને  વધુ તપાસ હાથ ધરી છે..


ઠાસરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..